રણવીર સિંહ અને આલિયા ભટ્ટ મુંબઈના એક સ્લમ વિસ્તારમાં શૂટિંગ કરતા સ્પોટ થયા. જણાવવામાં આવી રહ્યું છે કે રણવીર અને આલિયા અહીં પોતાની ફિલ્મ 'ગલી બૉય'નું શૂટિંગ કરી રહ્યાં છે. તસ્વીરોમાં જોઈ શકાય છે કે ફિલ્મમાં રણવીરનો લૂક એક સિમ્પલ બોય જેવો છે. તો વળી આલિયા સ્કાર્ફ પહેરીને મુસ્લિમ ગર્લના રૂપમાં જોવા મળી રહી છે. ફોટોઝમાં જોવા મળી રહ્યું છે કે ફિલ્મના કોઈ સીનમાં રણવીર અને આલિયા સમજાવી રહ્યોં છે. શૂટિંગ દરમિયાન રણવીર-આલિયાની એક ઝલક જોવા લોકોની ભીડ એકત્ર થઈ ગઈ. ફોટોઝ જોઈને આ ફિલ્મની રાહ વધારે ઇન્ટરેસ્ટિંગ થઈ ગઈ છે.