Alia Bhatt-Ranbir Kapoor wedding : બોલિવૂડ આલિયા ભટ્ટ (Alia Bhatt) હાલના દિવસોમાં અભિનેતા રણબીર કપૂર (Ranbir Kapoor) સાથેના લગ્નને લઈને ચર્ચામાં છે. એવી અટકળો છે કે આલિયા આ મહિને 13 થી 17 એપ્રિલ સુધી રણબીરની દુલ્હન બનશે. જો કે હજુ સુધી બંને પક્ષો તરફથી આ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. તેમ છતાં, તેમની બેચલર પાર્ટીથી લઈને પ્રી-વેડિંગ ફંક્શન મહેંદી, હલ્દી, સંગીત અને હનીમૂન પ્લાનિંગના સમાચારો ચર્ચા બન્યા છે. આ સિવાય રણબીર-આલિયા લગ્નમાં કયા કલરનો આઉટફિટ પહેરશે તેની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે. (ફોટો ક્રેડિટ્સ: @moheyfashion/instagram)
આલિયા ભટ્ટના એડ ફોટોશૂટ-વિડિયો પછી હવે વાત કરીએ તેની ફિલ્મોની, જેમાં આલિયાએ અલગ-અલગ પાત્રોમાં સોળ શણગાર કરી ચુકી છે. વર્ષ 2014માં શશાંક ખેતાનની ફિલ્મ 'હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા'માં વરુણ ધવનની દુલ્હન આલિયા ભટ્ટ કાવ્યા પ્રતાપ સિંહના રોલમાં હતી. (ફોટો ક્રેડિટ્સ: પ્રાઇમવિડિયો (@primevideo)/ઇન્સ્ટાગ્રામ વિડિયો )