અમૃતા ખાનવિલકરે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, જ્યારે હું ઓડિશનમાં જઉ છું ત્યારે લોકો કહે છે કે આ એક મરાઠી અભિનેત્રી છે અને પોતાના કામ પર તેની સારી પકડ હોય છે. આ સાંભળીને મને ખૂબ જ ગર્વ થાય છે. તેમને એ વાતનો આનંદ છે કે તેઓ હિન્દી સિનેમામાં એક મહારાષ્ટ્રીયન મહિલાના પાત્રમાં બંધાયેલી નથી. અલગ અલગ પાત્ર ભજવીને તેણે પોતાનું ટેલેન્ટ દર્શાવ્યું છે.