આલિયા ભટ્ટ (Alia Bhatt) અને રણબીર કપૂર (Ranbir Kapoor) ની સગાઈ અને લગ્નના સમાચાર ઘણી વખત સામે આવ્યા છે. બંને ઘણી વખત સાથે પણ જોવા મળ્યા છે. પરંતુ આજ સુધી બંનેએ પોતાના પ્રેમ સંબંધનો ખુલ્લેઆમ સ્વીકાર કર્યો નથી. બંનેએ હાલમાં જ કામમાંથી બ્રેક લીધો અને ન્યૂ યર સેલિબ્રેટ કરવા મુંબઈથી દૂર આફ્રિકા પહોંચ્યા, જ્યાં બંનેએ ખૂબ જ મસ્તી કરી અને સાથે ક્વોલિટી ટાઈમ વિતાવ્યો. આલિયાએ આજે પહેલીવાર પોતાના બોયફ્રેન્ડનો ઉલ્લેખ કરતા ખાસ તસવીરો સાથે એક રહસ્ય જાહેર કર્યું છે.