બોલિવૂડ સુપર સ્ટાર અક્ષય કુમારનાં માતા અરુણા ભાટિયાનું (Akshay Kumar mother Aruna Bhatia death) આજે નિધન થયુ હતુ. આજ સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના અંતિમસંસ્કાર આજે મુંબઈના વિલેપાર્લે સ્થિત પવનહંસ સ્મશાનમાં કરવામાં આવ્યાં હતાં. અક્ષય કુમાર અંતિમસંસ્કાર બાદ એકદમ દુખી દેખાતા હતા. તેમના આ દુખદ સમયમાં તેમને સાંત્વના આપવા માટે બોલીવૂડના અનેક સેલેબ્સ (Bollywood celebs in funeral) આવ્યા હતા.