એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડનાં ખતરો કે ખેલાડી એટલે કે અક્ષય કુમાર (Akshay Kumar) ગુરૂવારે સવારે કશ્મીરમાં છે. અહીં તેણે ભારતીય સેના સાથે મળીને ખુબજ એન્જોય કર્યુ હતું અને ડાન્સ કર્યો હતો. એટલું જ નહીં અક્ષય કુમારે બાંદીપુરા જિલ્લાનાં નીરુ ગામમાં એક સ્કૂલનાં નિર્માણ માટે એક કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. એક્ટર બપોરે 12 વાગ્યે હેલીકોપ્ટરથી તુતૈલનાં નીરુ ગામ પહોચ્યો હતો.
આપને જણાવી દઇએ કે, નીરૂ ગામ ગુરેજ સેક્ટરની તુલૈલ ઘાટીમાં LoC પાસે આવેલું છે. શિક્ષા માટે આ દુર્ગમ વિસ્તારમાંથી બાળકોને સ્કૂલ સુધી પહોચવું હોય તો ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આ દરમિયાન અક્ષયે બોર્ડર સિક્યોરિટી ફોર્સ અને ભારતીય સેનાનાં અન્ય જવાનોથી નીરુ ગામમાં જ મુલાકાત કરી અને તેમનો જુસ્સો વધાર્યો હતો. સોશિયલ મીડિયા પર તેમની તસવીરો શેર કરી છે.<br />આ સ્કૂલનું નામ અક્ષય કુમારનાં પિતાનાં નામ પરથી રાખવામાં આવશે. આ સ્કૂલનું નામ હરિ ઓમ રાખવામાં આવશે.