

બોલિવૂડની વાત આવે છે ત્યારે સેલિબ્રિટીઝનો લૂક, તેમની સ્ટાઇલ અને તેમનાં જલવાની જ વાત થતી હોય છે. ઘણાં સ્ટાર્સ તેમનાં લૂકને વધુ સારો બનાવવા માટે સર્જરી કરાવે છે. તો કેટલાંક તેમની શાનદાર એક્ટિંગથી જ ઓળખાય છે. તેમને તેમનાં લૂક દેખાવની વધુ પરવાહ હોતી નથી. આવો જ એક એક્ટર છે અક્ષય ખન્ના. હાલમાં જ તેની કેટલીક તસવીરો સામે આવી છે જે જોઇને લોકો ડઘાઇ ગયા હતાં. કેટલાંકે તો તેને સલાહો પણ આપી દીધી હતી.


અક્ષય ખન્ના તેની અપકમિંગ ફિલ્મ 'આર્ટિકલ-375'નાં પ્રમોશન માટે આવ્યો હતો તે સમયે કારમાંથી નીકળતા સમયે તે કેમેરામાં કેદ થઇ ગયો હતો. તસવીરો જ્યારે સોશિયલ મીડિયા પર આવી તો લોકોએ જાત ભાતની કમેન્ટ કરવા લાગી. વિરલ ભાયાણીએ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર અક્ષય ખન્નાની તસવીરો શેર કરી છે. આ તસવીરો પર મળતી કમેન્ટ્સ જોઇને તમે પણ સમજી શકશો કે લોકો અક્ષયને જોઇને કઇ હદે ડઘાઇ ગયા હતાં.


એક યૂઝરે લખ્યું કે, 'ક્યા સે ક્યા હો ગયા' તો બીજાએ યૂઝરે પૂછી લીધુ કે, 'અક્ષય હેર ટ્રાન્સપ્લાન્ટ કેમ નથી કરાવી લેતો? ' આ તસવીરોમાં અક્ષય કુમારનાં વાળ અને તેનું વજન પણ દિવસે દિવસે ઘટતું હોય તેમ સ્પષ્ટ દેખાય છે. એટલે જ અક્ષય ખન્નાની તસવીર પર ઘણાં યૂઝર્સે તેનાં સારા સ્વાસ્થ્યની દુઆ આપી છે. કેટલાંક યૂઝર્સે સવાલ ઉઠાવ્યા કે આજનાં અક્ષય ખન્ના કેમ પોતાને ફિટ નથી રાખતો.


આપને જણાવી દઇએ કે, અક્ષય ખન્ના ટૂંક સમયમાં જ 'સેક્શન 375'માં નજર આવવાનો છે. આ ફિલ્મમાં તે એક વકિલનાં કિરદારમાં નજર આવશે. અક્ષયે ઉપરાંત આ ફિલ્મમાં રિચા ચડ્ઢા પણ મુખ્ય રોલમાં છે. આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરાની બહેન મીરા ચોપરા પણ છે.