રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકશે અંબાણીના દીકરા આકાશ અંબાણી શનિવારે પોતાની બાળપણની મિત્ર શ્લોકા મહેતા સાથે લગ્નના બંધનમાં બંધાશે. લગ્નનનો આ સમારોહ મુંબઈમાં થશે. આ લગ્નમાં આકાશની બહેન ઈશા અંબાણી પોતાના પતિ આનંદ પીરામલ સાથે હાજર રહેશે. આ સાથે જ પીરામલ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અજય પીરામલ અને તેમની પત્ની સ્વાતી પણ લગ્ન સમારોહમાં પહોંચશે.
ગેસ્ટ લીસ્ટમાં કેટલાએ અન્ય લીડર્સ અને કોર્પોરેટ અને વૈશ્વિક લીડર્સ સામેલ છે. આમાં સેમસંગના વાઈસ પ્રેસિડન્ટ જે વાઈ લી, આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના કાર્યકારી બોર્ડના સભ્ય ક્રિસ્ટોપ ડી કેપર, સઉદી સરકારના મંત્રી ખાલિદ અલ ફલીહ, બેલિઝિયમના રાજનૈતિજ્ઞ અને યૂરોપિયન સંસદના સભ્ય વેરોનિક ડી પેપર, નેટફ્લિક્સના સહ-સંસ્થાપક રીડ હોસ્ટિંગ્સ સામેલ છે.
આ સાથે જ સાઈદી પબ્લિક ઈન્વેસ્ટમેન્ટ ફંડના પ્રમુખ યાસિર અલ-રૂમૈયન અને તેમની પત્ની, ટાટા સંસના અધ્યક્ષ એન ચંદ્રશેખરન અને તેમની પત્ની લલિતા, કોકા-કોલાના સીઈઓ જેમ્સ ક્વિન્સી, પૂર્વ અમેરિકી કોંગ્રેસી એરીક કેન્ટર અને તેમની પત્ની, મોર્ગેન સ્ટેનલી બેન્કર માઈકલ ગ્રિમ્સ અને તેમની પત્ની, ડોવ કેમિકલના અધ્યક્ષ એંડ્રયૂ લિવરિસ અને તેમની પત્ની પાઉલા, ગ્લોબલ કોર્પોરેટ એન્ડ ઈનવેસ્ટમેન્ટ બેન્કિંગના ચેરમેન અને સાઉદી અરામકોના વરિષ્ઠ એમડી અહમદ અલ-સુબે પણ સમારોહમાં હાજર રહેશે.