Bollywood Star Couple: બોલીવુડ સ્ટાર અજય દેવગણ અને કાજોલની જોડી બોલીવુડમાં ફેમસ જોડીઓમાંથી એક છે. બોલીવુડનું આ પાવર કપલ ઓનસ્ક્રીન પરફોર્મન્સની સાથોસાથ ઓફસ્ક્રીન પણ પોતાની કેમિસ્ટ્રી માટે જાણીતું છે. અજય દેવગણ બોલીવુડના ટોપ 10 અમીર એક્ટરોમાં ગણાય છે. તો કાજોલ પણ બોલિવુડની ટોપ 10 અમીર અભિનેત્રીઓમાં શામેલ છે. બોલિવુડમાં સૌથી વધુ કમાણી કરનારા સ્ટાર કપલને લગ્ઝરી વસ્તુઓનો ઘણો જ શોખ છે. અજયને લગ્ઝરી કાર તો કાજોલને લગ્ઝરી બંગ્લાનો ઘણો શોખ છે. ચાલો જોઈએ બોલીવુડ એક્ટર અજય દેવગણ અને કાજોલ કઈ કઈ લગ્ઝરી વસ્તુઓના માલિક છે.
1- જુહૂમાં 90 કરોડનો બંગ્લો - અજય દેવગણ અને કાજોલ હાલમાં પોતાના પરિવાર સાથે મુંબઈના સૌથી મોંઘા વિસ્તાર ગણાતા એવા જુહૂમાં રહે છે. જુહૂમાં અજયનો શિવશક્તિ નામનો આલીશાન પુશ્તૈની બંગ્લો છે. વર્તમાનમાં તેની કિંમત 90 કરોડ રુપિયાથી વધુ છે, આ બંગલો અજય દેવગણના પિતા અને બોલીવુડના ફેમસ ફાઈટ માસ્ટર વીરુ દેવગણે ખરીદ્યો હતો.
5- કરોડોના લગ્ઝરી કાર્સ - અજય દેવગણને નાનપણથી જ કારનો શોખ છે. અજયે વર્ષ 2019માં Rolls Royce Cullinan ખરીદી જેની કિંમત 6.5 કરોડ રુપિયા છે. આ સિવાય પણ તેમના ગેરેજમાં Range Rover Vogue (2 કરોડ રુપિયા), Maserati Quattro Porte (1.5 કરોડ રુપિયા), Mercedes Benz S-Class (1.5 કરોડ રુપિયા) Mercedes Benz GL-Class (90 લાખ રુપિયા), Audi Q7 (85 લાખ રુપિયા), BMW Z4 (64.90 લાખ રુપિયા), W115 Mercedes-Benz 220D (56 લાખ રુપિયા), Mini Cooper S (52 લાખ રુપિયા) છે.