1994માં મિસ વર્લ્ડનો તાજ પોતાના નામે કરવા વાળી એશ્વર્યા રાય બચ્ચને 1997માં બૉલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. એની પહેલી ફિલ્મ 'ઓર પ્યાર હો ગયા' હતી. પોતાની પહેલી ફિલ્મથી જ ઐશ્વર્યા બૉલીવુડમાં છવાઈ ગઈ અને ત્યાર પછી એમણે ક્યારેર પાછળ ફરીને નથી જોયું. પોતાના કરિયરમાં એમણે ઘણી બધી સુપરહિટ ફિલ્મો આપી છે અને બાદમાં બચ્ચન પરિવારની વહુ બની ગઈ. એશ્વર્યાના ચાહકોની લાંબી લિસ્ટ છે અને સાથે જ એમના જેવી દેખાતી હસીનાઓની પણ લાંબી લિસ્ટ છે. તો ચાલો તમને એ હસીનાઓ સાથે રૂબરૂ કરાવીએ જે ઘણા હદ સુધી ઐશ્વર્યા જેવી દેખાય છે.(ફોટો- Instagram)
સ્નેહા ઉલ્લાલઃ જ્યારે સ્નેહા ઉલ્લાલ પહેલીવાર ફિલ્મ 'લકી'માં જોવા મળી હતી, ત્યારથી તેને ઐશ્વર્યા રાયની કોપી તરીકે ટેગ કરવામાં આવી હતી અને આજે પણ તેની સરખામણી ઐશ્વર્યા સાથે કરવામાં આવે છે. આ સાથે તેને સલમાનની શોધ પણ કહેવામાં આવી હતી. સ્નેહાનું બોલિવૂડ કરિયર વધારે ન ચાલ્યું અને પછી તે સાઉથની ફિલ્મો તરફ વળી. (ફોટો: Instagram @snehaullal)
માનસી નાઈક: માનસી નાઈક મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે. તે 'બગતોય રિક્ષાવાલા' અને 'મર્ડર મેસ્ત્રી' જેવા મરાઠી ફિલ્મી ગીતોમાં તેના અભિનય માટે જાણીતી છે. બીજી તરફ, તે ઐશ્વર્યા રાયને લઈને પણ ચર્ચામાં રહે છે, કારણ કે તેનો ચહેરો ઘણી હદ સુધી ઐશ્વર્યા સાથે મળતો આવે છે. (ફોટો: Instagram @manasinaik0302)
આમના ઈમરાનઃ આમનાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે, કારણ કે તે ઐશ્વર્યાની ફૂલ કાર્બન કોપી છે. આમના ભારતની નથી પરંતુ પાકિસ્તાનની છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આમના પોતાને ઐશ્વર્યાની સૌથી મોટી ફેન ગણાવે છે અને વિશ્વાસ કરો, આમનાની તસવીરો જોઈને કોઈ પણ છેતરાઈ શકે છે. (ફોટો: Instagram @aamna_imrann)
અમુજ અમૃતા: અમુજ અમૃતાના ફોટા અને વિડિયો ઈન્ટરનેટ પર છવાયેલા રહે છે. તેની પાછળનું કારણ એ છે કે તેનો ચહેરો ઐશ્વર્યા રાય સાથે સંપૂર્ણ રીતે મેળ ખાય છે. યુઝર્સ તેને અભિનેત્રીની કોપી પણ કહે છે. અમુજની ઈન્સ્ટાગ્રામ પર પણ સારું ફેન ફોલોઈંગ છે. હાલમાં જ તેનો એક વીડિયો પણ હેડલાઇન્સમાં આવ્યો હતો, જેમાં તે બિલકુલ ઐશ્વર્યા જેવી દેખાતી હતી. (ફોટો: Instagram @ammuzz_amrutha)
મહલાઘા જાબેરી: મહલાઘા જાબેરી એક ઈરાની મોડલ છે, પરંતુ લોકો તેને માત્ર ઐશ્વર્યા રાય બચ્ચનની લુકલાઈક તરીકે જ ઓળખે છે. મહલાઘાની તસવીરો જોઈને તમે પણ છેતરાઈ શકો છો, કારણ કે તેનો ચહેરો ઐશ્વર્યા રાય સાથે ઘણો મળતો આવે છે. તેની તસવીરો હંમેશા સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. (ફોટો: Instagram @mahlaghajaberi)
આશિતા સિંહઃ અંતે આશિતા સિંહ આવે છે, જેને પહેલી નજરે જોનાર કોઈ પણ તેને ઐશ્વર્યા રાય સમજી જશે, કારણ કે આશિતાનો ચહેરો જ નહીં પરંતુ તેનું કદ પણ ઐશ્વર્યા જેવું જ છે. આશિતા ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અહીં તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે, તેની પોસ્ટ શેર થતાની સાથે જ વાયરલ થઈ જાય છે. (ફોટો: Instagram @aashitarathore)