Home » photogallery » મનોરંજન » 'હમ દિલ દે ચુકે સનમ'નાં 22 વર્ષ બાદ, સલમાન ખાન અને ઐશ્વર્યા રાયે યાદ કર્યા જૂના દિવસો

'હમ દિલ દે ચુકે સનમ'નાં 22 વર્ષ બાદ, સલમાન ખાન અને ઐશ્વર્યા રાયે યાદ કર્યા જૂના દિવસો

ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan)એ 'હમ દિલ દે ચૂકે સનમ' (Hum Dil De Chuke Sanam)નાં પ્રેમ ભરેલાં જૂનાં દિવસોને યાદ કરતાં સંજય લીલા ભણસાલી અને ફેન્સનો આભાર માન્યો હતો. સલમાન ખાન (Salman Khan)એ આશ્ચર્ય જતાવ્યો કે આ ફિલ્મને 22 વર્ષ થઇ ગયા.

विज्ञापन

  • 14

    'હમ દિલ દે ચુકે સનમ'નાં 22 વર્ષ બાદ, સલમાન ખાન અને ઐશ્વર્યા રાયે યાદ કર્યા જૂના દિવસો

    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ઐશ્વર્યા રાય (Aishwarya Rai), સલમાન ખાન (Salman Khan) અને અજય દેવગણ (Ajay Devgn) સ્ટાર ફિલ્મ 'હમ દિલ દે ચુકે સનમ' (Hum Dil De Chauke Sanam)નાં 22 વર્ષ પૂર્ણ થયા. આ સમયે જ્યાં ઐશ્વર્યાએ શૂટિંગ સમયની ફોટોઝ તેનાં ઇન્સ્ટાગ્રામ પર સેર કરી તો સલમાન ખાને પણ સંજય લીલા ભણસાલીની સાથેની તેની થ્રોબેક તસવીરો શેર કરી હતી.

    MORE
    GALLERIES

  • 24

    'હમ દિલ દે ચુકે સનમ'નાં 22 વર્ષ બાદ, સલમાન ખાન અને ઐશ્વર્યા રાયે યાદ કર્યા જૂના દિવસો

    ઐશ્વર્યા રાયે સંજય લીલા ભણસાલીની સાથે અને શૂટિંગની તેની ઘણી તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આફોટોઝની સાથે ઐશ્વર્યાએ 1999માં આવેલી ફિલ્મ 'હમ દિલ દે ચુકે સનમ'નાં જૂના દિવસો યાદ કરતાં પ્રેમ જતાવ્યો છે. ઐશ્વર્યા રાયે તેની તસવીરો શેર કરતાં લખ્યું કે, 22 વર્ષ 'હમ દિલ દે ચુકે સનમ' મને તે યાદગાર દિવસો યાદ આવી રહ્યાં છે. પણ મારા પ્રેમાળ સંજય... આ એવરગ્રીન છે.. ફોર એવર.. થેન્ક યૂ... દેશ દુનિયાનાં તમામ દર્શકો અને મારા શુભચિંતકો... તમામને પ્રેમ અને ધન્યવાદ'. ઐશ્વર્યા હમેશાની જેમ આ ફોટોમાં ખુબજ સુંદર લાગે છે. ફેન્સ પણ ઐશઅવર્યાની સુંદરતાનાં વખાણ કરતાં તેને ફરી સ્ક્રીન પર જોવાની ચાહત જતાવી રહ્યાં છે.

    MORE
    GALLERIES

  • 34

    'હમ દિલ દે ચુકે સનમ'નાં 22 વર્ષ બાદ, સલમાન ખાન અને ઐશ્વર્યા રાયે યાદ કર્યા જૂના દિવસો

    તો સલમાન ખાને પણ તેની અને સંજય લીલા ભણસાલીની તસવીરો શેર કરી લખ્યું છે, '22 વર્ષ થઇ ગયા હમ દિલ દે ચુકે સનમ ને..' આપને જણાવી દઇએ કે સંજય લીલા ભણસાલી આ ફિલ્મ ડિરેક્ટ કરી છે. આ તસવીરમાં સલમાન અને સંજય લીલા ભણસાલી ખુબજ માસૂમ લાગે છે. આ તસવીર પર ફેન્સ પણ ખુબ કમેન્ટ્સ કરી રહ્યાં છે. સલમાને શેર કરેલી આ તસવીરને 13 લાખથી વધુ લાઇક્સ મળી ગઇ છે. એક ફેન લખે છે કે, 'સાચેમાં દિલ દઇ દિધા હતાં ભાઇ'

    MORE
    GALLERIES

  • 44

    'હમ દિલ દે ચુકે સનમ'નાં 22 વર્ષ બાદ, સલમાન ખાન અને ઐશ્વર્યા રાયે યાદ કર્યા જૂના દિવસો

    તો અજય દેવગણ પણ ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર ફિલ્મનાં સુપર સેન્સિટિવ ફિલ્મ ગણાવી છે. અને લખ્યું છે કે અમને નહોતી ખબર કે આ ફિલ્મ ઇતિહાસ રચી દેશે. આ ફિલ્મમાં જ પહેલી વખત સલમાન અને ઐશ્વર્યા સાથે નજર આવ્યાં હતાં.

    MORE
    GALLERIES