એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ માટે આ વર્ષ ઘણું જ ખરાબ રહ્યું ચએ આ વર્ષમાં ઇન્ડસ્ટ્રીનાં ઘણાં જ દિગ્ગજ એક્ટરે જીવ ગુમાવ્યો છે. હાલમાં જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને મોટો ઝાટકો લાગ્યો છે. બોલિવૂડ અને ટીવીનાં જાણીતા એક્ટર આસિફ બસરા (Asif Basra)નાં નિધનનાં સમાચાર આવ્યાં છે. 53 વર્ષીય દિગ્ગજ એક્ટર આસિફ બસરાએ હિમાચલ પ્રદેશનાં ધર્મશાલામાં ફાંસી ખાઇને આત્મહત્યા (Suicide) કરી લીધુ છે. આ ખબર પર ફેન્સની સાથે સાથે ઇન્ડસ્ટ્રીનાં લોકો પણ હતપ્રત થઇ ગયા છે.
શરૂઆતની તપાસમાં ડિપ્રેશનની વાત સામે આવી છે. કહેવાય છે કે, તેમણે ડિપ્રેશનને કારણે આત્મહત્યા કરી લીધી પણ હજુ સુધી આ વાતની કોઇ સત્તાવાર પુષ્ટિ થઇ નથી. ઘટનાની માહિતી મળવાની સાથે જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, જ્યાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હોવાની વાત સામે આવી છે. કહેવાય છે કે, આસિફ બસરા છેલ્લા 5 વર્ષથી મેક્લોડગંજમાં ભાડાનાં ઘરમાં રહેતા હતા. તેમની સાથે તેમની વિદેશી મહિલા મિત્ર પણ રહેતી હતી.
આસિફ બસરાએ અંગે જણાવવામાં આવ્યું છે કે, તેઓ ધર્મશાલાનાં મેક્લોડગંજમાં એક ઘર ભાડે રાખીને રહેતા તહાં જ્યાં UKની એક વિદેશી મહિલા પણ તેમની સાથે રહેતી હતી. સામે આવેલી માહિતી મજુબ, ગુરૂવારે આસીફ તેમનાં પાલતૂ કુતરાંને બહાર ફરાવવાં લઇ ગયો હતો જ્યાંથી પરત આવીને તેમણે પાલતૂ કુતરાની જ રસ્સીથી ફંદો લગાવી લીધો.
આસિફ બસરાને ગત દિવસોમાં આવેલી ચર્ચિત વેબ સીરિઝ 'પાતાલ લોક'માં પણ નજર આવ્યાં હતાં. આ ઉપરાંત ગુજરાતી ફિલ્મ 'રોંગ સાઇડ રાજૂ' બોલિવૂડ મૂવી 'પરજાનિયા' ' બ્લેક ફ્રાઇડે' જેવી ફિલ્મોમાં ઉમદા એક્ટિંગ કરી છે. તેમણે હોલિવૂડ ફિલ્મ 'આઉટસોર્સ' માં પણ કામ કર્યુ છે. અજય દેવગનની સાથે 'વન્સ અપોન અ ટાઇમ'માં નજર આવ્યાં હતાં. તેમણે ઇમરાન હાશ્મીનાં પિતાનો રોલ અદા કર્યો હતો.