મુંબઇ: બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર (Arjun Kapoor) બાદ રવિવારે મલાઇકા અરોરાનો (Malaika Aroa) પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, મલાઇકા અરોરાની બહેન અમૃતા અરોરાએ મલાઇકાનાં પોઝિટિવ રિપોર્ટની પુષ્ટિ કરી છે. રવિવારે જ થોડા કલાકો પહેલાં અર્જુન કપૂરે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી હતી જેમાં તેણે કોરોના પોઝિટિવ હોવાની વાત કરી હતી જે બાદ મલાઇકા અંગે તેની બહેને વાત કરી છે.
અર્જુન કપૂરે વધુમાં જણાવ્યું હતું કે, તે ડોક્ટરની સલાહથી હોમ કૉરન્ટિન છે. અને તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખે છે, 'હું સારુ અનુભવું છું. મને સામાન્ય લક્ષણ છે. ડોક્ટરની સલાહ પર મે મારી જાતને હોમ કૉરન્ટિન કરી લીધી છે. મને સપોર્ટ કરવા માટે હું આપ સૌને અગાઉથી જ ધન્યવાદ કહેવા ઇચ્છુ છું. હું મારા સ્વાસ્થ્ય અંગે આપ સૌને વધુ જાણકારી શેર કરતો રહીશ. મને વિશ્વાસ છે કે માનવતા આ વાયરસથી જીતી જશે.'