એન્ટરટેઇન્મેન્ટ : મહારાષ્ટ્રમાં (Maharastra)સતત વધતા કોરોનાનાં કેસને (Coronavirus) કારણે સૌ કોઇ પરેસાન છે. તેમાં પણ આ કોરોનાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર પણ નજર બગાડી છે. એક બાદ એક ફિલ્મી હસ્તીઓનાં ઘરમાંથી ખબર આવી રહી છે. કે તેમનાં કોઇને કોઇ સંબંધીને કોરોનાનો ચેપ લાગી ગયોછે. પહેલાં રેખાનાં (Rekha) સિક્યોરિટી ગાર્ડ અને બાદમાં ખુદ અમિતાભ બચ્ચનને (Amitabh Bachchan) કોરોના લાગ્યો હતો. પહેલાં રેખાનો બંગલો BMC દ્વારા સીલ કરવામાં આવ્યો, તે બાદ અમિતાભ બચ્ચનનો જલસા બંગલો સીલ કરવામાં આવ્યો હતો. હવે ઝોયા અખ્તરનો બંગલો સીલ કરવામાં આવ્યો છે.