

નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus) મહામારીએ આમ આદમીથી લઇ સેલિબ્રિટીઝ સુધી તમામની જીંદગી સંપૂર્ણ બદલી નાંખી છે. એક તરફ જ્યાં ગરીબ મજૂરોને તેમનાં ઘરે પરત જવાની સમસ્યા છે. ત્યાં સિંગર ઉદિત નારાયણ (Udit Narayan)નાં દીકરા આદિત્ય નારાયણ (Aditya Narayan) તેમની આર્થિક તંગી અંગે એક ઇન્ટરવ્યૂ દરમિયાન ઘણું જણાવ્યું હતું. સિંગર અને ટીવી હોસ્ટ આદિત્ય નારાયણે જણાવ્યું કે, કોરોના વાયરસ (Coronavirus) મહામારીમાં મારી તમામ બચત વપરાઇ ગઇ છે.


આદિત્યએ જણાવ્યું હતું કે, મારા અકાઉન્ટમાં હવે માત્ર 18,000 રૂપિયા પડ્યાં છે. આપને જણાવી દઇએ કે, હાલમાં જ એવાં સમાચાર હતાં કે, આદિત્ય તેની ગર્લફ્રેન્ડ શ્વેતા અગ્રવાલ (Shweta Agarwal) સાથે આ વર્ષનાં અંતમાં લગ્ન કરવાનો છે.


આદિત્ય નારાયણ (Aditya Narayan)એ વધુમાં જણાવ્યું કે, હું બિલિયોનેર નથી, હવે મારી પાસે સેવિંગનાં નામે અકાઉન્ટમાં ફક્ત 18 હજાર રૂપિયા જ બચ્યા છે. તેથી મે ઓક્ટોબરમાં જ કામ કરવાનું શરૂ ન કર્યું તો મારી પાસે જરાં પણ રૂપિયા નહીં બચે. મારે મારી બાઇક વેચવી પડી શકે છે. '


આદિત્યએ હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, તે આ વર્ષનાં અંત સુધીમાં લગ્ન કરવાનો છે. તે એક્ટ્રેસ શ્વેતા અગ્રવાલ સાથે છેલ્લા 10 વર્ષથી રિલેશનશિપમાં છે અને હવે આટાં વર્ષોથી એક બીજાને ડેટ કર્યા બાદ હવે તેઓએ લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. આદિત્ય જણાવે છે કે, તેની અને શ્વેતાની મુલાકાત વર્ષ 2010માં ફિલ્મ 'શાપિત'નાં સેટ પર થઇ હતી.