Home » photogallery » મનોરંજન » એકતા કપૂરની 'નાગિન' કરતી હતી કોલ સેન્ટરમાં જોબ, મળ્યો હતો પ્રેમમાં દગો, હવે ટીવીથી ગૂમ છે Adaa Khan
એકતા કપૂરની 'નાગિન' કરતી હતી કોલ સેન્ટરમાં જોબ, મળ્યો હતો પ્રેમમાં દગો, હવે ટીવીથી ગૂમ છે Adaa Khan
Happy Birthday Adaa Khan: ટીવીની પ્રખ્યાત એક્ટ્રેસ અદા ખાન (Adaa Khan) તેનો 33મો જન્મ દિવસ ઉજવી રહી છે. એકતા કપૂરનાં (Ekta Kapoor) સુપરનેચરલ સીરિયલ 'નાગિન'માં (Nagin) તેણે 'શેષ નાગિન'નો રોલ અદા કર્યો હતો.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: અદા ખાન (Happy Birthday Adaa Khan)તેનાં ગ્લેમરસ અને ખુબસુરત સ્ટાઇલનાં દમ પર બોલિવૂડની ઘણી એક્ટ્રેસિસને ટક્કર આપે છે. એક્ટ્રેસની સુંદર તસવીરો જોઇ આપ પણ તેનાં દિવાના થઇ જશો. (Photo- Instagram)
2/ 9
અદા ખાનની સુંદર સ્ટાઇલને તેનાં ફેન્સ ખુબજ પસંદ કરે છે. પણ શું આપ જોણો છો કે, અદા ખાન એક્ટિંગની દુનીયામાં નહોતી આવવાં ઇચ્છતી તે એક કોલ સેન્ટરમાં જોબ કરતી હતી. (Photo- Instagram)
विज्ञापन
3/ 9
જેમાં તેને 15 હજાર પગાર મળતો હતો. અને તે એક ટ્રેન્ડ બેલી ડાન્સર પણ હતી. અદાએ તેનાં એક્ટિંગ કરિઅરની શરૂઆત એક પ્રિન્ટ એડવર્ટાઇઝમેન્ટથી કરી હતી. કહેવાય છે કે તે એક કોફી શોપમાં હતી જ્યાં ડિરેક્ટરે અદા ખાનને જોઇ હતી અને બાદમાં તેને તુરંત જ કાસ્ટ કરી લેવામાં આવી હતી. (Photo- Instagram)
4/ 9
અદાએ ટીવીની શરૂઆત વર્ષ 2009માં આવેલી 'પાલમપુર એક્સપ્રેસ' સીરીઝથી કરી હતી. જેમાં તેનાં રોલનાં ખુબ વખાણ થયા હતાં જે બાદ તેણએ એક બાદ એક ઘણાં રોલ ઓફર થયા. (Photo- Instagram)
5/ 9
અદાની માતાનું નિધન વર્ષ 2013માં થયું હતું. તેઓ કેન્સરથી પિડાતા હતાં. માતાનાં નિધન બાદ અદા ઘણી જ તુટી ગઇ હતી. અદા ટીવી એક્ટર અંકિત ગેરાને ડેટ કરી ચૂકી છે. આ વાતનો ખુલાસો અદાએ એક ટીવી શો દરમિયાન કર્યો હતો. (Photo- Instagram)
विज्ञापन
6/ 9
અદાએ શો દરમિયાન કહ્યું હતું કે, 'સપને સુહાને લડકપન કે'ની એક્ટ્રેસ રુપલ ત્યાગીને કારણે અંકિતે તેને દગો આપ્યો હતો. ટૂંક સમય પહેલાં જ અદા ખાન એકતા કપૂરનાં શો 'નાગિન-6'માં કેમિયો રોલમાં નજર આવી હતી. (Photo- Instagram)
7/ 9
તેની સાથે ઉર્વશી ઢોલકિયા, સિંબા નાગપાલ, અનીતા હસનંદાની, તેજસ્વી પ્રકાશ અને રશ્મિ દેસાઇ પણ આ શોનો ભાગ હતી. (Photo- Instagram)
8/ 9
આજે એકતા કપૂરનો આ શો દર્શકોનો ફેવરેટ થઇ ગયો છે. આ ઉપરાંત અદા ખાન ઇન્ડસ્ટ્રીથી દૂર છે. અને હાલમાં તેની પાસે કોઇ મોટો પ્રોજેક્ટ નથી. (Photo- Instagram)
विज्ञापन
9/ 9
આ તમામ તસવીરો અદા ખાનનાં ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવી છે.