તબ્બુ અને નાગાર્જુન પહેલીવાર ફિલ્મ 'Ninne Pelladata'દરમિયાન મળ્યા હતા અને ત્યારે જ તેમની વચ્ચે રોમાંસ ખીલ્યો હતો. પરંતુ નાગાર્જુન પરિણીત હતો અને તેની પત્નીને તેના વિશે કંઈ ખબર નહોતી. એવું કહેવાય છે કે બંને સ્ટાર્સ એકબીજાના એટલા પ્રેમમાં હતા કે તબ્બુ તેને મળવા હૈદરાબાદ આવતી હતી, એટલું જ નહીં, એક્ટ્રેસ ત્યાં ઘર પણ લીધું હતું.
નાગાર્જુન ભલે તબ્બુના ગળાડૂબ પ્રેમમાં હતો, પરંતુ એ પણ હકીકત છે કે એક્ટર ક્યારેય તેની પત્નીને છોડવા માંગતો ન હતો. તે એ જ હતું કે એક્ટ્રેસે પોતે જ તેનાથી પોતાની જાતને દૂર કરી લીધી હતી અને પછી વર્ષ 2012 માં બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું. જોકે, તબ્બુએ ક્યારેય પોતાના પ્રેમ અને બ્રેકઅપ વિશે જાહેરમાં કંઈ કહ્યું નથી. એક ઈન્ટરવ્યુમાં નાગાર્જુને કહ્યું હતું કે તબ્બુ હંમેશા તેની ખૂબસૂરત દોસ્ત રહેશે. તેણે પોતાને પણ તબ્બુનો ખૂબ સારો મિત્ર ગણાવતો હતો. એટલું જ નહીં, તેલુગુ સ્ટારની પત્ની અમલાએ પણ તબ્બુ અને નાગાર્જુન સાથેના સંબંધોની અફવાઓ વિશે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે 'તેના પતિ નાગાર્જુન અને તબ્બુ સારા મિત્રો છે'.
નાગાર્જૂન ઉપરાંત તબ્બુના અફેરની ચર્ચા અજય દેવગણ સાથે પણ ખૂબ થઇ. તેણે એકવાર સિંઘમ સ્ટાર સાથે પોતાની સ્પેશિયલ બોન્ડિંહ વિશે વાત પણ કરી હતી. તે બંને એક સાથે મોટા થયા અને એકબીજાને આશરે 25 વર્ષથી ઓળખે છે. એક્ટ્રેસનું માનવું છે કે તેના સિંગલ રહેવા પાછળવું કારણ અજય દેવગણ પણ છે, કારણ કે તે જે પણ યુવક સાથે વાત કરે અજય તેને ધમકાવતો હતો. એક્ટ્રેસે જૂના દિવસો યાદ કરતાં 2017માં એક ઇન્ટરવ્યુમાં આ વાત કરી હતી.
તેણે કહ્યું હતું કે 'અજય મારા કઝીન બ્રધર સમીર આર્યનો પાડોશી અને નજીકનો મિત્ર છે, જે મારા મોટા થવાના વર્ષોનો એક ભાગ હતો. જ્યારે હું નાની હતી, ત્યારે સમીર અને અજય મારી જાસૂસી કરતા હતા, મારી પાછળ આવતા હતા અને કોઈ પણ છોકરો મારી સાથે વાત કરે તો તેને મારવાની ધમકી આપતા હતા. તે બદમાશ હતો અને જો હું આજે સિંગલ છું તો તે અજયને કારણે છે. હું આશા રાખું છું કે તેને આ વાતનો પસ્તાવો થશે.