NCBએ પ્લાનિંગ કરીને જાળ બિછાવી હતી અને જ્યારે રવિવારે પ્રીતિકા ચૌહાણ ડ્રગ્સ ખરીદી રહી હતી. એ જ સમયે તેણે રંગેહાથ ઝડપી પાડી હતી. નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ તેમની પાસેથી 99 ગ્રામ ગાંજો પણ જપ્ત કર્યો છે. એજન્સીએ એક્ટ્રેસની સાથે અન્ય બે લોકોને પણ પકડ્યા હતા. આ ત્રણે આરોપીઓને 8 નવેમ્બર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે. (ફાઈલ ફોટો)
ન્યૂઝ એજન્સી એએનઆઈ તરફથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે મુંબઈ જોનલ યુનિટની એક ટીમે માછીમાર, વર્સોવાથી બે લોકોને અરેસ્ટ કર્યા છે. તેમની પાસે 99 ગ્રામ ગાંજો જપ્ત કર્યો છે. પકડાયેલા લોકોના નામ ફેઝલ અને પ્રીતિકા ચૌહાણ છે. પ્રીતિકા ચૌહાણ ટીવી એક્ટ્રેસ છે. બંને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. કોર્ટે તેમને 8 નવેમ્બર સુધી ન્યાયિક હિરાસમાં મોકલી આપ્યા છે. (ફાઈલ ફોટો)
ઉલ્લેખનીય છે કે સુશાંતસિંહ રાજપુતની મોત બાદ બોલિવૂડના ડ્રગ્સ કેસમાં ખુલાસો થયો છે કે જેના પર એનસીબી આજે પણ કામ કરી રહી છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એટલે કે એનસીબીની ટીમ બોલિવૂડના એક્ટર્સને ડ્રગ્સ સપ્લાઈ કરનારા ગેંગની શોધખોળમાં લાગી ગઈ છે. તેવામાં હવે એનસીબીની ટીમે મુંબઈમાં એક ડ્રગ્સ સપ્લાયર ગેંગને પકડી છે. (ફાઈલ ફોટો)
સુશાંતના પરિવારનું માનવું છે કે, તેનું મર્ડર થયું છે જ્યારે સુશાંતે તેના એપાર્ટમેન્ટમાં ફાંસો ખાધેલી હાલમાં લટકતો મળી આવ્યો હતો. આ વાતનું કારણ જાણવા માટે સીબીઆઈ લાગેલી છે. આ દરમયાન ડ્રગ્સનો કેસ સામે આવ્યો હતો. જેના કારણે રિયા ચક્રવર્તી જેલમાં ગઈ હતી. તો એક્ટ્રેસ દીપિકા પાદુકોણ, રકુલપ્રીત સિંહ, સારા અલી ખાન અને શ્રદ્ધા કપુરની એનસીબી પૂછપરછ કરી રહી છે. (ફાઈલ ફોટો)