ગ્લેમરની દુનિયા દૂરથી જેટલી ઝગમગતી નજર આવે છે. નજીકથી એટલી જ ભયાવહ છે. મુંબઇમાં સ્ટાર બનવાનાં સપના ઘણા યુવક યુવતીઓ લઇને આવે છે. ઘણાંને કિસ્મત અને મેહનતની સાથે મોટી તક મળી જાય છે પણ કેટલાંક એવાં હોય છે જેમને ખુબ લાંબો સમય સુધી સ્ટ્રગલ કરવી પડે છે. અને ઘણાંને તો લાંબી સ્ટ્રગલ બાદ પણ કંઇ જ હાંસેલ થતુ નથી.
પર્લ પંજાબી મુંબઇનાં ઓશિવારા વિસ્તારમાં રહે છે. આ એક્ટ્રેસનું સપનું હતું કે તે એક દિવસ ખુબ મોટી બોલિવૂડ એક્ટ્રેસ બને. મોટા સપનાની સાથે આ એક્ટ્રેસે એન્ટરટેઇન્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં પગલાં માંડયા. પણ કદાચ તે આ રેસમાં ટક્યા રહેવાંનું પ્રેશર ઝીલી શકી નહીં. આપને જણાવી દઇએ કે, તે ઘણાં સમયથી તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફમાં સંઘર્ષ કરી રહી હતી. જ્યારે સમસ્યાઓનો કોઇ હલ તેને ન દેખાયો તો તે હતાસ થઇ ગઇ અને તેણે અંતે આત્મહત્યાનો રસ્તો પસંદ કર્યો.
ગાર્ડે જણાવી કહાની- પર્લ જે બિલ્ડિંગમાં રહે છે તે બિલ્ડિંગનાં ગાર્ડે ઘટના અંગે જણાવ્યું જ્યારે પર્લે આત્મહત્યા કરી હતી. ગાર્ડનું કહેવું છે કે, આ ઘટના આશરે 12.15થી 12.30ની વચ્ચે બની હતી. તેને જ્યારે અવાજ આવી તો બિલ્ડિંગમાં ઘણાં લોકો મળીને પર્લની તરફ દોડ્યાં. છલાંગ લગાવ્યા બાદ પર્લની હાલત ઘણી જ ખરાબ હતી. તુંરત જ તેને હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. પણ લાખ પ્રયાસ છતાં ઇલાજ દરમિયાન જ તેનું મોત થઇ ગયું.
ડિપ્રેશનમાં હતી પર્લ પંજાબી- મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પર્લ તેનાં પરિવારથી જીદ કરીને મુંબઇ આવી ગઇ હતી. તેની મા સાથે આ વાતને લઇને કેટલીક પ્રોબ્લમ્સ ચાલુ હતું. પરિવારને પર્લનું બોલિવૂડમાં જવું પસંદ ન હતું. તે તેનાં વિરોધમાં હતાં. પણ પર્લને પોતાનાં પર વિશ્વાસ હતો. તેણે ઘણાં પ્રયાસ કર્યાં પણ તે નિષ્ફળ રહી. અંતે તે નિરાશ થઇ ગઇ ઘણાં સમય સુધી તે ડિપ્રેશનમાં હતી. જે બાદ તેણે આ પગલું ભર્યું.