ભોજપુરી ફિલ્મો (Bhojpuri Actress)ની સુપર હૉટ કહેવાતી મોનાલિસા (Monalisa) સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે. મોનાલિસા તેણીની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહી છે. આ તસવીરો તેણીના ચાહકોને દિવાના બનાવી દે છે. અભિનેત્રીના બોલ્ડ નખરા ચાહકોને ખૂબ પસંદ પડે છે. અભિનેત્રી સોશિયલ મીડિયામાં કોઈ પોસ્ટ કરી તેની ગણતરીની મિનિટોમાં જ આ તસવીરો વાયરલ થઈ જાય છે. થોડી જ મિનિટોમાં આ તસવીરો (Monalisa photos)ને હજારો લાઇક્સ આવી જાય છે. તાજેતરમાં મોનાલિસાએ તેણીના બેડરૂમની અમુક તસવીરો શેર કરી છે. આ તસવીરો એટલી સુંદર હતી કે 'બિગ બોસ' (Bigg Boss)ની એક પૂર્વ સ્પર્ધક અને ટીવી સીરિયલ 'ઉતરન' (Uttaran)ની અભિનેત્રી રશ્મી દેસાઈ (Rashmi Desai) પોતાની જાતને કૉમેન્ટ કરવાથી રોકી શકી ન હતી.
મોનાલિસા હાલ પતિ વિક્રાંત સિંહ રાજપૂત (Vikrant Singh Rajput) સાથે ગોવામાં વેકેશન માણી રહી છે. અહીંથી જ તેણી ફની વીડિયો અને પતિ સાથે મસ્તીની તસવીરો શેર કરતી રહે છે. અભિનેત્રી હાલ હિન્દી ધારાવાહિક 'નમક ઇશ્ક કા' (Namak Ishq ka)માં કામ કરી રહી છે. આ સીરિયલમાં તેણી નેગેટિવ રોલમાં છે. તસવીરોની જેમ તેના ચાહકો તેના અભિનયના પણ દિવાના છે.