લીઝા રે બની જોડકી દીકરીઓની માતા- કેન્સર સામે લડીને જંગ જીતનારી એક્ટ્રેસ લીઝા રેએ ટાઇમ્સને આપેલાં ઇન્ટરવ્યુંમાં જણાવ્યું કે, 'હું શબ્દોમાં મારી ખુશી વ્યક્ત કરી શકતી નથી. મારી દીકરીઓનું ધ્યાન રાખવા ઉપરાંત હાલમાં હું અન્ય ઘણી બાબતોનું ધ્યાન રાખી રહી છું. મારા જીવનમાં ઘણાં ઉતાર-ચઢાવ આવી રહ્યાં છે પણ હવે મારું જીવન બદલાઇ ગયુ છે. હાલમાં આ બદલાવનો હું ભરપૂર આનંદ ઉઠાવી રહી છું. હું મારી દીકરીઓને મુંબઇમાં મારા ઘરે લાવવા ઇચ્છુ છું.