Suniel Shetty earns billions from this business : બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટીએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમની ફી પણ અસાધારણ ન હતી, તેમ છતાં 60 વર્ષની ઉંમર સુધીમાં તેમણે અબજોની સંપત્તિ એકઠી કરી છે. સુનીલ શેટ્ટીનો જન્મ 11 ઓગસ્ટ, 1961ના રોજ મેંગ્લોર (કર્ણાટક) નજીક મુલ્કીમાં થયો હતો, સુનીલે 1992માં ફિલ્મ 'બલવાન'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. લગભગ 30 વર્ષની કારકિર્દીમાં, સુનીલ શેટ્ટીએ મુંબઈમાં પોતાનું બિઝનેસ સામ્રાજ્ય ઉભું કર્યું છે, જેમાંથી તે દર વર્ષે લગભગ 100 કરોડ રૂપિયા કમાય છે. ધડકન ફિલ્મના આ ખલનાયકે કરેલી રસપ્રદ વાત જાણીયે.
સુનીલે 1992માં બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું, પરંતુ તે પહેલા લગ્ન કરી લીધા હતા. સુનીલ શેટ્ટીએ ફિલ્મોમાં પ્રવેશતા પહેલા 1991માં તેની ગર્લફ્રેન્ડ માના સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્ન પછી, પુત્રી આથિયા શેટ્ટી અને પુત્ર અહાન શેટ્ટીને એમ બે બાળકોનો જન્મ થયો. સુનિલ શેટ્ટી રેસ્ટોરન્ટ બિઝનેસમાં ઉત્તરોતર પ્રગતિ કરી રહ્યા છે. હવે તેમની પુત્રી આથિયા શેટ્ટી પણ ફિલ્મોમાં કામ કરતી જોવા મળી રહી છે.