Home » photogallery » મનોરંજન » આલોકનાથની દીકરીનો રોલ કરનારી એક્ટ્રેસે લગાવ્યો સતામણીનો આરોપ

આલોકનાથની દીકરીનો રોલ કરનારી એક્ટ્રેસે લગાવ્યો સતામણીનો આરોપ

આલોક નાથ પર શારીરિક સતામણીનો આરોપ લગાવનારી સંધ્યા મૃદુલ બોલી- 'હવે તમારો ખેલ ખતમ સર'

विज्ञापन

  • 15

    આલોકનાથની દીકરીનો રોલ કરનારી એક્ટ્રેસે લગાવ્યો સતામણીનો આરોપ

    નવી દિલ્હી: #MeToo કેમ્પેઇન હેઠળ દેશભરમાં બોલિવૂડ, ટીવી, મીડિયા સહિત તમામ ક્ષેત્રમાં મહિલાઓ શારીરિક છેડતી સાથે જોડાયેલાં મામલામાં પોતાની સાથે ઘટેલી આપવીતી જણાવે છે. બોલિવૂડનાં દિગ્ગજ કલાકાર તરીકે ઓળખાતા આલોકનાથ પર પહેલાં રાઇટર-પ્રોડ્યુસર વિનિતા નંદાએ બળાત્કારનો આરોપ લગાવ્યો અને હવે આ મામલાનાં 24 કલાકની અંદર જ એક્ટ્રેસ સંધ્યા મૃદુલે આલોક નાથ વિરુદ્ધ શારીરિક છેડતીનો આરોપ લગાવ્યો છે. સંધ્યા 'સ્વાભિમાન', 'આશીર્વાદ', અને 'કોશિશ' જેવી ટીવી સિરીયલ કરી ચૂકી છે. તો 'પેજ થ્રી' જેવી દમદાર ફિલ્મોમાં પણ તેનો મહત્વનો રોલ રહ્યો છે. સંધ્યાએ આલોક નાથ વિરુદ્ધ તેની આખી આપવીતી ટ્વિટર પર શેર કરી છે.

    MORE
    GALLERIES

  • 25

    આલોકનાથની દીકરીનો રોલ કરનારી એક્ટ્રેસે લગાવ્યો સતામણીનો આરોપ

    સંધ્યાએ આલોકનાથ વિરુદ્ધ જણાવેલી પોતાની આપવિતીમાં જણાવ્યું કે, એક્ટિંગની શરૂઆતનાં સફરમાં એક ટીવી શો શૂટ માટે કોડાઇકેનાલ ગઇ હતી. જેમાં તેનાં તેના માતા પિતાનો રોલ આલોક નાથ અને રિમા લાગૂ કરતાં હતાં. તે સમયે આલોક નાથે દારૂનાં નશામાં મારા રૂમમાં ઘુસીને મારી સાથે ગેરવર્તણૂક કર્યુ હતું. આલોક નાથ જાહેરમાં તેનાં કામનાં વખાણ કરે. અને રાત્રે દારૂનાં નશામાં આવો બકવાટ કરે. એક દિવસ ચિક્કાર દારૂ પીને આલોકનાથે તેનાં રૂમમાં ઘુસીને કહ્યું હતું કે, હું તને પ્રેમ કરુ છું અને તુ ફક્ત મારી છે. આ ઘટના બાદથી તે તેની હેર ડ્રેસરને તેની રૂમમાં સાથે જ રાખવા લાગી હતી. આ આખી ઘટનામાં તેની હેર ડ્રેસર અને સ્વર્ગસ્થ રિમા લાગૂજીએ તેને ખુબજ સપોર્ટ કર્યો હતો.

    MORE
    GALLERIES

  • 35

    આલોકનાથની દીકરીનો રોલ કરનારી એક્ટ્રેસે લગાવ્યો સતામણીનો આરોપ

    આ ઘટના બાદ આલોકનાથે તેની સાથે કરેલા અભદ્ર વ્યવહાર અંગે માફી પણ માંગી હતી અને કહ્યું કે, દારૂની કૂટેવનાં કારણે તેનો પરિવાર અને લગ્નજીવન પણ બરબાદ થઇ ગયુ છે. જોકે આ આ આખી ઘટના બાદ તે જ્યારે મુંબઇ પરત ફરી ત્યારે મુંબઇમાં આલોકનાથે સંધ્યા વિરુદ્ધ ખોટી ખોટી વાતો ઇન્ડસ્ટ્રીમાં ફેલાવી હતી જેમ કે તે કોઇને સપોર્ટ નથી કરતી. તેનાં ખુબ નખરા છે તે કોઇની વાત માનતી નથી. તેથી તેને ઇન્ડસ્ટ્રીમાં તે સમયે આલોક નાથનાં કારણે ઘણો કપરો સમય જોવો પડ્યો હતો.

    MORE
    GALLERIES

  • 45

    આલોકનાથની દીકરીનો રોલ કરનારી એક્ટ્રેસે લગાવ્યો સતામણીનો આરોપ

    આ તમામ વાતો સંધ્યાએ તેનાં ટ્વિટર પેજ પર શેર કરી છે. તેણે આખી આપવીતી જાહેર કર્યા બાદ સંધ્યાએ આગળ લખ્યુ છે કે, જે મારી સાથે થયુ તેનાં કરતાં ઘણું વધારે વિનિતાની સાથે થયુ છે. આ માટે આલોકનાથને માફી ન અપાય. સંધ્યાએ છેલ્લે આલોકનાથને ટાંકતા લખ્યુ કે, 'હવે તમારો ખેલ ખતમ થઇ ગયો છે સર'

    MORE
    GALLERIES

  • 55

    આલોકનાથની દીકરીનો રોલ કરનારી એક્ટ્રેસે લગાવ્યો સતામણીનો આરોપ

    આપને જણાવી દઇએ કે તનુશ્રી દત્તાએ તેની સાથે દસ વર્ષ પહેલાં થયેલી ઘટના ફરી એક વખત જાહેર કરતાં ઇન્ડસ્ટ્રીમાં ભૂકંપ આવી ગયો છે. #MeToo મૂવમેન્ટ હેઠળ વિનિતા નંદાએ તેની સાથે 19 વર્ષ પહેલાં બનેલી ઘટના જાહેર કરીને ઇન્ડસ્ટ્રીની વાસ્તવિકતા છતી કરી છે.

    MORE
    GALLERIES