Abhishek Bachchan Birthday : બૉલીવુડ (Bollywood) એક્ટર અભિષેક બચ્ચન (Abhishek Bachchan) આજે તેનો 46મો જન્મદિવસ (Birthday) ઉજવી રહ્યો છે. 5 જાન્યુઆરી 1976ના રોજ મુંબઈ (Mumbai)માં જન્મેલા અભિષેક બચ્ચનને આજે કોઈ ઓળખની જરૂર નથી. અભિષેકની કારકિર્દી (Career) ઉતાર - ચઢાવવાળી રહી છે, પરંતુ આજે તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મહાન અભિનેતાઓમાંનો એક ગણાય છે. અભિષેકના પિતા અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) બોલીવુડના મહાનાયક છે, તો તેની માતા જયા બચ્ચન (Jaya Bachchan) પણ જાણીતી અભિનેત્રી છે. તેમ છતાં અભિષેકને બોલીવુડમાં પોતાની કારકિર્દી બનાવવા માટે ઘણી મહેનત કરવી પડી હતી. અભિષેકે ભલે પોતાના પિતાની સમાન સફળતા ન મળી હોય પરંતુ તે પોતાની એક અલગ ઓળખ બનાવવામાં ચોક્કસ સફળ રહ્યો છે. આજે અભિષેકના જન્મદિવસ પર આપણે તેની કુલ સંપત્તિ (Property) વિશે જાણીએ.
અમિતાભ બચ્ચનની દાયકાઓ સુધી બોલબાલાને કારણે તેની પાસે ઘણી સંપત્તિ છે. આમ, અભિષેક બચ્ચન પાસે પિતા પાસેથી વારસામાં મળનારી મિલકત ઉપરાંત પોતાની મહેનત અને કમાણીથી બનાવેલી પોતાની પ્રોપર્ટી પણ કરોડોમાં છે. જેમાં અભિષેકને બૉલીવુડ ફિલ્મો, એડ્વર્ટાઇઝને સ્પોર્ટ્સમાંથી થતી કમાણીનો સમાવેશ થાય છે. નોંધણી છે કે, અભિષેક ફિલ્મો સિવાય સ્પોર્ટ્સમાં પણ સક્રિય છે.
વર્ષ 2000માં વોર ડ્રામા ફિલ્મ 'રેફ્યુજી'થી બોલીવુડમાં પોતાના કારકિર્દીની શરૂઆત કરનાર અભિષેક આજે ઉદ્યોગનું એક જાણીતું નામ છે. આ ફિલ્મમાં કરીના કપૂર ખાને પણ બૉલીવુડ ડેબ્યુ કર્યું હતું. 'રેફ્યુજી' ફિલ્મને વધારે સફળતા મળી ન હતી, પરંતુ મુખ્ય પાત્ર ભજવનાર બંને સ્ટારની એક્ટિંગની ખુબ પ્રશંસા થઇ હતી. ત્યારબાદ અભિષેકે સતત ફિલ્મો કરવાનું શરૂ કર્યું.