Home » photogallery » મનોરંજન » ફાતિમા સના શેખે જ્યારે આમિર ખાન સાથેના રોમાન્સ પર તોડી હતી ચુપ્પી, કહી હતી આવી વાતો

ફાતિમા સના શેખે જ્યારે આમિર ખાન સાથેના રોમાન્સ પર તોડી હતી ચુપ્પી, કહી હતી આવી વાતો

  • 14

    ફાતિમા સના શેખે જ્યારે આમિર ખાન સાથેના રોમાન્સ પર તોડી હતી ચુપ્પી, કહી હતી આવી વાતો

    મુંબઈ: બોલીવુડ અભિનેતા આમિર ખાન (Aamir Khan) અને તેની બીજી પત્ની કિરણ રાવે (Kiran Rao) શનિવારે (3 july) એમ કહીને ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધાં કે હવે બંને લગ્નજીવન તલાક (Kiran Rao and Aamir Khan divorce) સાથે સમાપ્ત કરી રહ્યા છે. તેમણે એક સંયુક્ત નિવેદન બહાર પાડતાં કહ્યું કે, તેમણે હવે જીવનને જુદી રીતે જીવવાનું નક્કી કર્યું છે. આમિર અને કિરણના છૂટાછેડાના સમાચારો પછી, 'દંગલ' અને 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન'માં આમિર સાથે કામ કરનારી અભિનેત્રી ફાતિમા સના શેખ (Fatima Sana Shaikh) સોશિયલ મીડિયા પર ટ્રોલ થવા લાગી હતી. આ પહેલીવાર નથી જ્યારે આમિર અને ફાતિમાનાં નામ એક સાથે જોડાયા છે. તેમના રોમાંસના સમાચાર ફેલાતા જ અભિનેત્રી ફાતિમાએ તેમના સંબંધો અંગે મૌન તોડ્યું હતું.

    MORE
    GALLERIES

  • 24

    ફાતિમા સના શેખે જ્યારે આમિર ખાન સાથેના રોમાન્સ પર તોડી હતી ચુપ્પી, કહી હતી આવી વાતો

    આમિર ખાન અને કિરણ રાવ વચ્ચેના 15 વર્ષના સંબંધ કેમ તૂટી ગયા તે કોઈને ખબર નથી. પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સને લાગે છે કે, અભિનેત્રી ફાતિમા સના શેખ 'વો' બનીને બંનેની વચ્ચે પ્રવેશ કરી ચૂકી છે. ચર્ચા છે કે, ફાતિમા અને આમિર 'ઠગ્સ ઓફ હિંદોસ્તાન' ફિલ્મથી નજીક આવ્યા હતા. જ્યારે બંને વચ્ચેની 'ખીચડી' જ્યારે અફવા બનવા માંડી ત્યારે કિરણ આ બધી બાબતોથી ખૂબ પરેશાન હતી. આ અફવાઓ પછી જ, ફાતિમાએ પ્રથમ વખત આ મામલે પોતાનું મૌન તોડ્યું હતું. તેણે ફિલ્મફેરને આપેલા ઇન્ટરવ્યુમાં આ બધા વિશે વાત કરી હતી.

    MORE
    GALLERIES

  • 34

    ફાતિમા સના શેખે જ્યારે આમિર ખાન સાથેના રોમાન્સ પર તોડી હતી ચુપ્પી, કહી હતી આવી વાતો

    આ મુલાકાતમાં ફાતિમાએ કહ્યું હતું કે 'અગાઉ આ બાબતો મને પરેશાન કરતી હતી, જેનો પ્રભાવ મારી પર પડતો હતો. મને ખરાબ લાગતું હતુંય. કારણ કે, મેં ક્યારેય પણ આટલા મોટા સ્તરે આનો સામનો નથી કર્યો. અજાણ્યાઓનો સમૂહ, જેમને હું ક્યારેય પણ મળી નથી, તે મારા વિશે વસ્તુઓ લખે છે. તેમને તે પણ ખબર નથી હોતી કે, આમાં કોઈ સત્ય છે કે નહીં. લોકોની આ વાતો વાંચનારા માને છે કે, હું સારી વ્યક્તિ નથી.'

    MORE
    GALLERIES

  • 44

    ફાતિમા સના શેખે જ્યારે આમિર ખાન સાથેના રોમાન્સ પર તોડી હતી ચુપ્પી, કહી હતી આવી વાતો


    આમિર અને કિરણ 2002થી એક બીજાને ઓળખતા હતા. વર્ષ 2005માં તેમના લગ્ન થયા. બંને 15 વર્ષ સાથે હતા. સરોગસીની મદદથી આમિર અને કિરણે વર્ષ 2011માં તેમના પુત્ર આઝાદનું સ્વાગત કર્યું હતું. કિરણ પહેલા આમિર ખાનના લગ્ન રીના દત્તા સાથે થયા હતા.

    MORE
    GALLERIES