આમિર ખાનની લાડલી આયરા ખાને લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ નૂપુર શિખરે સાથે સગાઈ કરી લીધી છે. આ ફંક્શન 18 નવેમ્બર (શુક્રવાર) ના રોજ મુંબઈમાં યોજાયો હતો, જેમાં આમિર સિવાય તેની માતા ઝીનત, પૂર્વ પત્ની કિરણ રાવ, ભત્રીજો ઈમરાન ખાન, ફિલ્મ ડાયરેક્ટર આશુતોષ ગોવારિકર અને પરિવારના પસંદગીના સભ્યો અને મિત્રોએ હાજરી આપી હતી.
આમિર ખાનની દીકરી નુપુર શિખરે સાથે છેલ્લા બે વર્ષથી રિલેશનશિપમાં છે. જૂનમાં આયરા અને નુપુરે તેમના રિલેશનશિપના બે વર્ષનું સેલિબ્રેશન કર્યુ હતું. આયરાએ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી અને કેપ્શન આપ્યું, "ખરેખર બે વર્ષ થઈ ગયા પણ એવું લાગે છે કે હંમેશા આવું જ રહ્યું છે. હું તને પ્રેમ કરું છું." નૂપુરે આયરાને જવાબ આપતાં આઈ લવ યુ પણ લખ્યું હતું.
સપ્ટેમ્બરમાં આયરાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં નૂપુર તેને ઘૂંટણ પર બેસીને પ્રપોઝ કરતી જોવા મળ્યો હતો. નૂપુરે આયરાને રિંગ પણ પહેરાવી હતી અને ત્યારે પણ મીડિયામાં એવા સમાચાર ફેલાઈ ગયા હતા કે બંનેએ સગાઈ કરી લીધી છે. જો કે, શુક્રવારે (18 નવેમ્બર) મુંબઈમાં તેમની સગાઈનું ફંક્શન યોજાયુ હતુ.