બોલિવૂડના 'ભાઈજાન'એ ફિલ્મ 'મેને પ્યાર કિયા'થી હીરો તરીકે પોતાના કરિયરની ધમાકેદાર શરુઆત કરી હતી. આ વાતને આજે 34 વર્ષ થઈ ચુક્યા છે અને સલમાન આજે પણ દર્શકોમાં કોઈમાટે ભાઈ તો કોઈ માટે તેની જાન બનીને બેઠો છે. હાલમાં જ, ઈદના મોકા પર તેની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન' રિલીઝ થઈ હતી. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નહતી. આજે અમે સલમાન ખાન સાથે જોડાયેલી એવી વાતો જણાવવા જઈ રહ્યા છીએ, જે કદાચ જ કોઈ જાણતું હશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આમિર અને હ્રિતીકના રિજેક્ટ કર્યા બાદ આ ફિલ્મની ઓફર સલમાન ખાનને આપવામાં આવી હતી. ફિલ્મ 'બજરંગી ભાઈજાન'ને ફિલ્મ 'બાહુબલી'ના રાઈટર કેવી વિજયેન્દ્ર પ્રસાદે લખી હતી અને ફિલ્મને કબીર ખાને ડિરેક્ટ કરી હતી. રિપોર્ટ્સ અનુસાર એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે, આ ફિલ્મ પહેલાં રાકેશ રોશન ડિરેક્ટ કરવાનો હતો અને તેનો દીકરો હ્રતિક રોશન તેમાં લીડ રોલ કરવાનો હતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર વિજયેન્દ્ર આ ફિલ્મને કો-પ્રોડ્યુસ કરવાના હતાં અને રાકેશ રોશન કોઈની પણ સાથે ફિલ્મને કો-પ્રોડ્યુસ કરવા નહતાં ઈચ્છતાં. એવામાં આ ફિલ્મ સલમાન ખાનની પ્રોડક્શન કંપની સલમાન ફિલ્મ્સ અને કબીર ખાનનાં ખોળામાં આવી. આ પ્રકારે ફિલ્મથી રાકેશ અને હ્રતિક રોશન બંનેએ ખુદને ફિલ્મથી દૂર કરી દીધા હતાં.
એવું પણ કહેવામાં આવે છે કે, આ ફિલ્મની ઓફર પહેલા આમિર ખાનને પણ આપવામાં આવી હતી. પરંતુ, કોઈ કારણોસર તેણે આ ફિલ્મ માટે ના કહી દીધી હતી. ફિલ્મનું બજેટ 70થી 90 કરોડ જણાવવામાં આવે છે અને તેનું વર્લ્ડવાઈડ કલેક્શન લગભગ 918.18 કરોડ હતું. આ ફિલ્મને દુનિયાભરના દર્શકોનો પ્રેમ મળ્યો હતો અને આ ફિલ્મ બાદ સલમાન ખાનને તેના ફેન્સ પ્રેમથી 'ભાઈજાન' કહીને બોલાવવા લાગ્યા હતાં.