તમને જણાવી દઈએ કે, કિયારા તાજેતરમાં જ ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા સાથે જોવા મળી હતી. બંને એકસાથે નીકળે છે અને પછી અલગ-અલગ કારમાં બેસીને નીકળી જાય છે. કિયારા અને મનીષ સાથે જોવા મળ્યા ત્યારથી લગ્નના સમાચારને હવા મળી ગઇ છે. લોકોનું માનવું છે કે કિયારા તેના લગ્નમાં મનીષ મલ્હોત્રાનો લહેંગા પહેરવાની છે.
કિયારા અને સિદ્ધાર્થની લવસ્ટોરીની વાત કરીએ તો બંનેએ કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા કેપ્ટન બત્રાના જીવન પર આધારિત બાયોપિક 'શેર શાહ'માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં ઓન-સ્ક્રીન રોમાન્સ કરતી વખતે, બંને વચ્ચેના ઑફ-સ્ક્રીન રિલેશન વિશે ચર્ચાઓ થઈ હતી. તે જ સમયે, બંને પાર્ટીઓથી લઈને વેકેશન સુધી પણ સાથે જોવા મળે છે. ફેન્સ પણ બંનેને ખૂબ પસંદ કરે છે.