Republic Day 2022 : 26 જાન્યુઆરી, પ્રજાસત્તાક પર્વ (Republic Day) પર સૌકોઈ દેશભક્તિ (Patriotism)ના રંગમાં રંગાયેલું જોવા મળે છે. બોલિવૂડ (Bollywood) હોય કે પછી સાઉથ-ભોજપુરી ઈન્ડસ્ટ્રી (South - Bhojpuri Industry)ની ફિલ્મો (Films) હંમેશા તેમાં દેશભક્તિથી ભરેલી ફિલ્મો સમયાંતરે રિલીઝ થતી રહે છે. દરેક ઈન્ડસ્ટ્રીના કલાકારો અને નિર્માતાઓ સાથે મળીને દેશના દરેક તહેવારને ફિલ્મો દ્વારા સારી રીતે બતાવે છે. ગણતંત્ર દિવસ અને સ્વતંત્રતા દિવસ (Independence Day)ને ફિલ્મોમાં શાનદાર રીતે દર્શાવવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં, તમે હિન્દી સિનેમામાં દેશભક્તિની ઘણી ફિલ્મો જોઈ હશે, પરંતુ સાઉથમાં પણ કેટલીક એવી ફિલ્મો છે, જેને જોઈને તમારામાં દેશ માટે કંઈક કરવાનો જુસ્સો જાગી જશે. ચિરંજીવી (Chiranjivi)ની 'સે રા નરસિમ્હા રેડ્ડી' (Sye Raa Narasimha Reddy) સહિત 5 ફિલ્મોનો સમાવેશ થાય છે. ચાલો સાઉથની દેશભક્તિવાળી ફિલ્મો (south desh bhakti movie) વિષે જાણીએ.
ફિલ્મ 'સે રા નરસિમ્હા રેડ્ડી' (sera narsimha reddy) ની વાર્તા ભારતની આઝાદી પર આધારિત હતી. જેમ એક્ટર ચિરંજીવીએ શાનદાર અભિનય કર્યો હતો. આ ફિલ્મ કાર્યકર ઉયાલવાડા નરસિમ્હા રેડ્ડીના યોગદાનથી પ્રેરિત છે. ચિરંજીવીએ અગાઉ આમાં ફ્રીડમ ફાઈટરની ભૂમિકા ભજવી હતી. આમાં તેનું પાત્ર ખૂબ જ ભાવુક દર્શાવવામાં આવ્યું છે. આ ફિલ્મમાં તેમના સિવાય અભિનેત્રી નયનતારા, તમન્ના ભાટિયા, સુદીપ, જગપતિ બાબુ અને વિજય સેતુપતિએ મહત્વની ભૂમિકાઓ ભજવી હતી.