આજે કૈલાશ ખેરનો 47મો જન્મ દિવસ છે. કૈલાશ ખૈરનો જન્મ કશ્મીરી પંડિત પરિવારમાં થયો હતો તે ઉત્તર પ્રદેશનાં મેરઠનાં નિવાસી છે. કૈલાશ ખેરે તેમનું ભણતર દિલ્હીથી પૂર્ણ કર્યું. તેમને બાળપણથી જ ગીતો ગાવાનો શોખ હતો. તે ફક્ત 12 વર્ષનાં હતાં ત્યારે તેમણે શાસ્ત્રીય સંગીતની શિક્ષા પ્રારંભ કરી હતી. તેમણે તેમનાં કરિઅરની પ્રેરણાં પાકિસ્તાની સૂફી ગાયક નુસરત ફતેહ અલી ખાનની પ્રેરણાથી મળી. કૈલાશ ખેરનાં લગ્ન શીતલ ખેર સાથે થયા છે.
પ્લેબેક સિંગિંગથી લઇને પોતાનાં મ્યૂઝિક કોન્સર્ટમાં કૈલાશ ખેરે ઘણી જ નામના મેળવી છે. જોકે અહીં સુધી પહોંચવાની તેમની સફર સહેલી ન હતી. તેમણે ઘણો સંઘર્ષ સહન કરવો પડ્યો છે. આ સફળતા એમ જ નથી મળી ગઇ. કૈલાશ ખેરનાં જીવનમાં એક સમયે એવો ટાઇમ પણ આવ્યો હતો કે તે ડિપ્રેશનનો શીકાર થઇ ગયા હતાં. અને આ સમયમાં તેમણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. કેલાશ ખેર સિંગર બનતા પહેલાં દિલ્હીમાં એક્સપોર્ટમાં કામ કરતાં હતાં. 14 વર્ષની ઊંમરે તેમણે ઘર છોડી દીધુ હતું. આ સમયે તેઓ ઋષિકેશ જતા રહ્યાં હતાં. ત્યાં તેમણે જ્યોતિષ અને કર્મકાંડ શીખ્યુ હતું. અને પછી પોતાનો બિઝનેસ પણ શરૂ કર્યો હતો.
આ કામમાં કૈલાસ ખેરને સફળતા ન મળી ત્યારે તે ડિપ્રેશનમાં આવી ગયા હતાં. આ ડિપ્રેશન એ હદે વધી ગયુ હતું કે એક દિવસ તેમણે આત્મહત્યા કરવાનું વિચારી લીધુ અને ગંગામાં છલાંગ પણ લગાવી દીધી હતી. પણ તેમનાં મિત્રોએ તેમને ડૂબવાથી બચાવી લીધા હતાં. કૈલાશ ખેરે એક ઇન્ટરવ્યુંમાં કહ્યું હતું કે, બિઝનેસમાં ભારે નુક્સાન અને સપનાનાં શહેર જવાનાં સંયોગ બાદ તેઓ સિંગર બન્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે, તેમને જે આકજે મળ્યું છે તે મુંબઇમાં રહેતા તેનાં મિત્ર અને ભગવાનની મદદથી જ મળ્યું ચે. મારું ગીત 'અલ્લાહ કે બંદે...' હિટ થયા બાદ મારી લાઇફ ખુબજ બદલાઇ ગઇ. કૈલાસે 4 વર્ષની ઊંમરથી જ ગાવાનું શરૂ કર્યુ હતું.
ઘર છોડીને આવી ગયા બાદ આર્થિક તંગીથી પસાર થનારા કૈલાશ ખેરે બાળકોને સંગીતનાં ટ્યૂશન આપવાનું શરૂ કર્યુ હતું દરેક બાળકે તેઓને 150 રૂપિયા ફી મળતી હતી આ રીતે તેમનો ખર્ચો નીકળતો હતો. વર્ષ 2001માં કૈલાશ મુંબઇ આવ્યા અને અહીં જ રહેવા લાગ્યા પણ પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે સ્ટૂડિયો સુધી જવાનાં તેમની પાસે પૈસા હોતા ન હતાં.