જ્હોન અબ્રાહમની 'બાટલા હાઉસ'એ ત્રણ દિવસમાં 35 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મે પહેલાં દિવસે 15.55 કરોડ રૂપિયા, બીજા દિવસે 8.84 કરોડ રૂપિયા અને ત્રીજા દિવસે 10.90 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે જ ફિલ્મની કમાણી 35.29 કરોડ રૂપિયાને પાર પહોંચી ગઇ છે.