મહારાષ્ટ્રનાં જલગાંવમાં અનૈતિક સંબંધોને કારણે એક માએ (Mother lover killed boy) તેનાં પ્રેમી સાથે મળી ખૌફનાક વારદાતને અંજામ આપ્યો છે. મહિલાનાં એ તેનાં 14 વર્ષનાં દીકરાની હત્યા કરી નાંખી છે. બાદમાં સગીરનું શવ મધ્ય પ્રદેશનાં બુહરાનપુરનાં અસીરગઢનાં જંગલમાં ઝાડ પર લટકાવી દીધી. બાળકનું શવ 10 દિવસ સુધી ઝાડ પર લટકતું રહ્યું હતું. પોલીસે બંને (Crime News) આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
મધ્ય પ્રદેશનાં બુહરાનપુરમાં એક 14 વર્ષનાં સગીરની શવ જંગલમાં ઝાડ પર લટકતું મળતાં આ વિસ્તારમાં સનસની મચી ગઇ હતી. પોલીસનું કહેવું છે કે, યુવકનું અપહરણ મહારાષ્ટ્રનાં જલગાવમાંથી થયું છે. બાળકનાં પિતાએ જણાવ્યું કે, 16 જાન્યુઆરીનાં તેનો દીકરો ધાબા પર ફરતો હતો તે દરમિયાન પ્રમોદ શિંપી નામનાં એક વ્યક્તિનો ફોન આવ્યો અને તે બાદથી જ તેમનો દીકરો લાપતા થઇ ગયો હતો.
આરોપી પ્રમોદ શિંપીની સાથે બાળકોની માનાં અનૈતિક સંબંધ થયા બાદ સામે આવતા પિતાએ પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ દાખલ કરાવી છે. તપાસ દરમિયાન પ્રમોદને પોલીસે અટકાયતમાં લીધો અને તેની પૂછપરછ કરી હતી. આરોપીએ પોલીસને જણાવ્યું કે, સગીરનાં માનાં કેવાં પર જ તેણે આ હત્યાને અંજામ આપ્યો હતો. પછી બુરહાનપુરમાં અસીરગઢનાં જંગલમાં શબને ઝાડ પર લટકાવ્યું હતું. હત્યાનાં 10 દિવસ બાદ બાળકની લાશ જંગલમાં ઝાડ પર લટકી રહી હતી.
મહારાષ્ટ્ર પોલીસ આરોપીને બુરહાનપુર લઇને પહોંચી અને નિંબોલા થાણે પોલીસની મદદથી શબ બરામદ કર્યું હતું. શબને કબ્જેમાં લઇને બુરહાનપુરનાં જિલ્લા હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવ્યું. પરિજનોનાં અંતિમ સંસ્કારને સોંપી દેવામાં આવ્યું હતું. આ મામલે બુરાનપુરનાં એસપી રાહુલ કુમાર લોઢાએ જણાવ્યું કે, મૃતક બાળકનાં પિતાની સાથે રસ્તા પર ફરી રહ્યો હતો.
આ દરમિયાન આરોપી પ્રમોદ શિંપીનો ફોન આવ્યો અને પુરષોત્તમ ગૂમ થઇ ગયો. આરોપી પ્રમોદ શિંપીની સાથે બાળકની માતાનાં અનૈતિક સંબંધોની વાત સામે આવી. યુવકનાં પિતાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી. તપાસ બાદ આખો મામલો ખુલી ગયો. હત્યા અને અપહરણનાં કેસમાં બાળકની માતા અને તેની પ્રેમીની ધરપકડ કરી લેવામાં આવી છે.