એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કલર્સ ગુજરાતીનાં સૌથી વધુ જોવામાં આવતાં શોમાંથી એક 'સોરઠની મિસિઝ સિંઘમ' નાં 100 એપિસોડ પૂર્ણ થઇ ગયા છે. શોનાં લિડ એક્ટર્સે સાથે મળીને ખુબ બધી મસ્તી કરી હતી અને 100 એપિસોડ પૂર્ણ થવા પર તેમણે સાથે મળીને કેક કટ કરી હતી. જેની તસવીરો સામે આવી છે.
2/ 6
શૉની આખી ટીમ કેસર, હર્ષવર્ધન રાઠોડ, વિક્રમસિંહ જાડેજા, અમરબા, નિર્મલાબેન જાડેજા, આખી ટીમની કાસ્ટ અને ક્રૂ મેમ્બર સાથે નજર આવ્યાં.
3/ 6
કેસર અને હર્ષવર્ધને હાલમાં જ શૉની લિડ સ્ટાર કાસ્ટ કેસર અને હર્ષવર્ધન અમદાવાદનાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલાં વેદ આર્કેડ મોલમાં ગયા હતાં જ્યાં લોકોને તેઓ મળ્યાં હતાં. અને તેમની સાથે તસવીર ખેંચવવાં લોકો ઉમટી પડ્યાં હતાં.
4/ 6
સોરઠની મીસીઝ સિંઘમની આખી ટિમ એક સાથે નજર આવી રહી છે. તેઓ પડદા પાછળ એકબીજા સાથે દિલ ખોલીને મસ્તી કરતાં નજર આવ્યાં હતાં.
5/ 6
શોનાં 100 એપિસોડ પૂર્ણ થવા પર ટીમ દ્વારા કેક કટ કરીને સેલિબ્રેટ કરવામાં આવ્યું હતું.
6/ 6
ટીમે એક સાથે 100 એપિસોડની ઉજવણી કરી હતી જેમાં તેઓ ખુબજ ખુશ નજર આવી રહ્યાં હતાં.