સ્વરકોકિલા લતા મંગેશકર (Lata Mangeshkar)ના નિધનથી માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં તેમના ચાહકો શોકમાં છે. સોશિયલ મીડિયાના માધ્યમથી દરેક લોકો પોતાની ભીની આંખે લતા દીદીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ત્યાં જ હવે લતા મંગેશકરની અંતિમ ક્ષણોની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. લતા મંગેશકરની અંતિમ ક્ષણોની તસવીરો આપણી આંખોને ભીની કરી રહી છે. ભલે આજે તેઓ આપણી વચ્ચે નથી પરંતુ તેમનો અવાજ હંમેશા આપણા કાનમાં ગુંજતો રહેશે.
સ્વરકોકિલા લતા મંગેશકર આપણા બધાથી હંમેશ માટે દૂર થઈ ગયા છે. તેઓ પંચતત્ત્વમાં વિલિન થઇ ગયા છે. તેમના અંતિમ સંસ્કાર મુંબઈના શિવાજી પાર્કમાં કરવામાં આવ્યા હતા. તેમના ભાઈ હૃદયનાથ મંગેશકરે તેમને મુખાગ્નિ આપી હતી લતા મંગેશકરના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા હતા. લતા દીદીના અવસાનથી દેશભરમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં તેમના ચાહકો આઘાતમાં છે. સોશિયલ મીડિયાના માધ્યમથી દરેક લોકો પોતાની ભીની આંખે લતા દીદીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. (ફોટો ક્રેડિટઃ વિરલ ભાયાણી)