મુંબઈ : બોલિવૂડ (Bollywood) ફિલ્મ સ્ટાર ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan)ને હાલમાં જ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (Enforcement Directorate) દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે. જ્યાં તપાસ એજન્સીએ અભિનેત્રી (Actress)ની 6 કલાક સુધી પૂછપરછ કરી હતી. અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન કાયદાકીય અડચણોનો સામનો કરનાર પ્રથમ અભિનેત્રી નથી. જોધા અકબર સ્ટાર ઐશ્વર્યા રાય પહેલા ઘણી અભિનેત્રીઓને કાયદાની ચુંગાલમાંથી પસાર થવું પડ્યું હતું. આ યાદીમાં જેકલીન ફર્નાન્ડીઝ (Jacqueline Fernandez) અને નોરા ફતેહી (Nora Fatehi) સહિત અનેક અભિનેત્રીઓના નામ સામેલ છે જેમણે તપાસ એજન્સીનો સામનો કર્યો છે. અહીં યાદી જુઓ.
મોનિકા બેદી - અભિનેત્રી મોનિકા બેદીનું નામ અંડરવર્લ્ડ ડોન અબુ સાલેમ સાથે જોડાયું હતું. અભિનેત્રી અબુ સાલેમ સાથે લાંબા સમય સુધી પોર્ટુગલમાં રહેતી હતી. જ્યાં તેના પર નકલી પાસપોર્ટ માટે પણ કેસ નોંધવામાં આવ્યો હતો. આ પછી ભારત સરકાર દ્વારા અભિનેત્રીને ભારત પ્રત્યાર્પણ કરવામાં આવી હતી. આ દરમિયાન અભિનેત્રીને લાંબા સમય સુધી કાયદાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો