એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ હસિનાઓમાં હાલમાં સોશિયલ મીડિયા (Social Media) પર કોઇ છવાયેલું રહેતું હોય તો તે છે કિઆરા અડવાણી, કેટરિના કૈફ અને દીશા પટની. તેમની કોઇપણ તસવીરો કેમ ન હોય દર્શકો તેને જોવાનું.. કમેન્ટ કરવાનું અને લાઇક કરવાનું ચૂકતા નથી. હાલમાં જ કિઆરાની ફિલ્મ 'ભૂલ ભુલૈયા-2' બોક્સ ઓફિસ પર કમાલ કરી ગઇ. અને આ સાથે જ તેનાં અને સિદ્ધાર્થ મલ્હોત્રાનાં બ્રેકઅપ પેચઅપની ચર્ચાઓ પણ સોશિયલ મીડિયા પર ખુબ ચાલી. ત્યારે ચાલો આજે નજર કરીએ બોલિવૂડની તે 10 હસિનાઓ વિશે જેમનું ફિગર બિકિનીમાં સૌથી સુંદર દેખાય છે.