

નવાં ફાઇનાન્શિયલ યરનાં પહેલાં મહિના એટલે કે એપ્રિલ નોકરી કરનારા માટે મહત્વનો હોય છે. જો આ મહિનામાં કંપની કર્મચારીઓ પ્રમોશન અને ઇન્ક્રિમેન્ટ આપે છે તો સાથે જ કંપની તેનાં કર્મચારીનાં સેલરી સ્ટ્રક્ચરમાં બદલાવ પણ કરે છે. તેથી નોકરી કરનારા આ સમયે ફાયદો ઉઠાવીને તેમનાં પૈસાને આ મહિનામાં ડબલ કરી શકે છે. જોકે તે માટે આફે આપની કંપની સાથે વાત કરવાની રહેશે અને આપની કંપનીને PF કોન્ટ્રીબ્યૂશનમાં વધારો કરવા કહેવાનું રહેશે. જોકે આાથી આપનાં હાથમાં આવનારો પગાર ઓછો થઇ જશે.


કેવી રીતે થશે ડબલ PF- જો આપની કંપની આપનાં PF કોન્ટ્રીબ્યૂશનમાં વધારો કરે છે તો PF ખાતામાં દર મહિને વધુ પૈસા PF ફંડમાં જમા કરાવવાનાં રહેશે. જો સમય સર PF કોન્ટ્રીબ્યૂશનમાં વધારો થશે તો રિટાયરમેન્ટ વખતે ફંડ ડબલ થઇ શકે છે.


હાલનાં સમયમાં એમ્પલોઇઝ પ્રોવિડન્ટ ફંડ એટલે કે EPF પર 8.65 ટકા વ્યાજ મળે છે. PF કોનટ્રીબ્યૂશ વધવા પર આપનાં PF રકમ પર મળનારું વ્યાજ પણ વધી જશે.


જો કોઇ કર્મચારી તેમનાં મહિનાનું PF બમણું કરી દેશે તો તેનું PFફંડ જાતે જ ડબલ થઇ જશે. માની લો કે હાલમાં બેઝિક સેલરીનાં 12 ટકા તમે PF ખાતામાં જમા કરાવો છો જો તમે તેને વધારીને 24 ટકા કરી દેશો તો PF ફંડ પણ ડબલ થઇ જશે.


મળશે ચક્રવૃદ્ધિ વ્યાજનો ફાયદો- PF ફંડ બમણી ઝડપે વધવા ઉપરાંત તેમાં ડબલ વ્યાજનો ફાયદો મળે છે. એટલે કે PF પર વ્યાજની ગણતરી ચક્રવૃદ્ધિ વ્યાજનાં ફોર્મૂલાથી થાય છે. તેને કંપાઉન્ડિંગ ઇન્ટરેસ્ટ પણ કહેવાય છે. આવી સ્થિતિમાં ફંડ બમણુ ઝડપથઈ થાય છે. આ રીતે રિટાયરમેન્ટ સમયે મોટી રકમ ફંડમાં જમા થાય છે.


EPFOનો નિયમ દરેક કર્મચારીને છૂટ આપે છએ કે તે તેની કંપનીને કહીને તેનું PF કોન્ટ્રીબ્યૂશન વધારી શકે છે. એમ્પલોઇ પ્રોવિડન્ટ ફંડ એક્ટ હેઠળ તેને આ છૂટ આપવામાં આવી છએ. નિયમ અનુસાર PF ફંડમાં બેઝિક સેલરી અને ડીએનાં 12 ટકા કર્મચારીનાં ખાતામાં જમા થાય છે અને કંપની તરફથી પણ આ રકમ જમા થાય છે. નિયમ અનુસાર, કોઇપણ કર્મચારી તેનાં મંથલી કોન્ટ્રીબ્યૂશનને બેઝિક સેલરીનાં 100 ટકા સુધી વધારી શકે છે.