

ધ કપિલ શર્મા શોમાં પોતાના અભિનયને લઈને એક યાદગાર શો બની ગયો. તેમનો એક એક અભિનય દર્શકો વચ્ચે ઘણો પોપ્યુલર બની ગયો હતો. આ શોના માત્ર લોકોને જ પરંતુ આ શોને જોવા માટે લોકો અઠવાડિયા સુધી રાહ જોતા હતા. એમાંનો જ એક અભિનય છે ડોક્ટર મશહૂર ગુલાટી.


મશહુર ગુલાટી બનેલા સુનીલ ગ્રોવરે પોતાના અભિનયથી લોકોનું દિલ એવી રીતે જીતી લીધું કે તેની એન્ટ્રી થતાં જ લોકો ખુબ જ તાળીઓ પાડતા હતા. આટલું જ નહિં એક વાર કપિલે પણ તેની કોપી કરવાની કોશિશ કરી હતી.


તમને યાદ જ હશે એ એપિસોડ કે જ્યારે કપિલ પણ મશહુર ગુલાટી જેવા લુકમાં સ્ટેજ પર આવી ગયો હતો. પરંતુ કપિલ તે જાદુ ચલાવી શક્યો ન હતો. પરંતુ હવે સોશિયલ મીડિયા પર મશહુર ગુલાટીનો જુડવા ભાઈ સામે આવ્યો છે.


આ જુડવા ભાઈ કોઈ એક્ટર નથી. કે નથી કોઈ તેની હમશકલ, આ ભાઈ શ્રીલંકામાં રહે છે. સિંગર અને હોસ્ટ ચેંગ સાથે આ માણસની મુલાકાત થઈ હતી. ચેંગે આના વિશે કોઈ વધારે ડિટેલ શેર નથી કરી. પરંતુ પોતાના ટ્વીટમાં તેને સુનીલ ગ્રોવરને ટેગ કર્યો હતો. પછી શું આ જોઈને સુનીલ પણ હેરાન રહી ગયો.