

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની વાતોને લઈને ચર્ચામાં રહે છે. અમેરિકાના મોટા બિઝનેસમેન ટ્રમ્પ અઢળક સંપત્તિના માલિક છે. ફોર્બ્સ પ્રમાણે ટ્રમ્પની સંપત્તિની કિંમત 20150 કરોડ રૂપિયાની આસપાસ છે. તમને જણાવી દઈએ કે ટ્રમ્પ પાસે સોનાનું જેટ Trump 757 છે. જે 24 કેરેટ ગોલ્ડથી સજાવાયેલું છે. જોઈએ તેના વિશે માહિતી અને તેની ખાસિયતો...(photo source-Forbes)


ડોનાલ્ડ ટ્રમ્પે બોઇંગ 757ને છ વર્ષ પહેલા ખરીદ્યું હતું. ટ્રમ્પે તેને કરોડપતિ પોલ એલન પાસેથી ખરીદ્યું હતું. આ વિમાનને બોઇંગ કંપનીએ વર્ષ 1991માં બનાવ્યું હતું. (photo source-Forbes)


આ જેટમાં એક પ્રાઇવેટ બેડરૂમ છે, જે ખૂબસૂરતની સાથે સાથે ખૂબ આરામદાયક પણ છે. લાંબી સફર દરમિયાન ટ્રમ્પ અને તેનો પરિવાર તેમાં પોતાની ઉંઘ પુરી કરી શકે છે.(photo source-Forbes)


વિમાનનું કોકપિટ આખું સોનાથી મઢેલું છે. તેના પર સોનાનું વરખ સડાવવામાં આવ્યું છે. (photo source-Forbes)


સીટોના બકલ્સ 24 કેરેટ સોનાના બનેલા છે. આ વિમાનમાં અનેક કોરોડોર બનાવવામાં આવ્યા છે, જેના સોનાથી ફિનિશિંગ કરવામાં આવ્યું છે. (photo source-Forbes)