

મુંબઇ : બૉલિવૂડ ઍક્ટ્રેસ ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) તેની ફિલ્મોથી વધુ અફેરની ખબરોને લઇને ચર્ચામાં રહે છે. ખાસ કરીને તેનું નામ ક્રિકેટર્સ સાથે જોડાતું જોવા મળે છે. ગત ઘણાં સમયથી તેનાં અને ક્રિકેટર હાર્દિક પંડ્યાનાં સંબંધોની વાતો ચર્ચામાં હતી. હવે એક નવાં ક્રિકેટર સાથે તેનું નામ જોડાઇ રહ્યું છે. આ ક્રિકેટર અન્ય કોઇ નહીં પણ ટીમ ઇન્ડિયાનો બેટ્સ મેન અને વિકેટ કિપર રિષભ પંત છે.


ક્રિકેટર રિષભ પંતની સાથે ઉર્વશીનું નામ જોડાવવું ફેન્સ માટે પણ સરપ્રાઇઝથી કમ નથી. કારણ કે આ પહેલાં તેઓ સાથે ક્યારેય જોવા મળ્યા નથી. સ્પોટબૉયની ખબર મુજબ, એક રિપોર્ટની માનીયે તો વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંતની સાથે 10 ડિસેમ્બરે ઉર્વશી મોડી રાત્રે 11 વાગ્યે ડિનર ડેટ પર ગઇ હતી. જુહૂનાં ઇસ્ટેલામાં ડિનર લેતા તેઓ બંને સ્પોટ થયા હતાં.


ખાસ વાત તો એ છે કે, આ ડિનર ડેટ T20 મેચની 1 રાત પહેલાં જ હતી. એવામાં જોવું રસપ્રદ હશે કે મેચનાં એક દિવસ પહેલાં થયેલી આ ડેટ બીજી અને ત્રીજી ડેટમાં બદલાશે કે આ માત્ર અફવા જ નીકળશે.


આપને જણાવી દઇએ કે, આ પહેલાં ઘણાં સમય સુધી ઉર્વશીનું નામ ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે જોડાયુ હતું. ઘણાં રિપોર્ટ્સ મુજબ તેઓ એખ પાર્ટી દરમિયાન મળ્યા હતાં અને તે બાદ તેઓ અવાર નવાર સાથે જોવા મળે છે. જોકે તે બાદ એવી વાત પણ સામે આવી હતી કે હાર્દિક પંડ્યા ઉર્વશીને નહીં પણ નતાશા સ્તાંકોવિકને ડેટ કરી રહ્યો છે અને બંને સિરિયસ રિલેશનશિપમાં છે.