

વિજ્ઞાને એવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી લીધી છે જેનાથી બીમારીઓની સારવાર સરળતાથી કરી શકાય છે, પરંતુ તે પણ મશીનને છેતરપિંડી કરી રહ્યું છે. ઉત્તર પ્રદેશના હરદોઇ જિલ્લામાં 50 વર્ષના એક વ્યક્તિ સાથે એવી ઘટના બની કે જાણીને દંગ રહી જશો.


ખરેખર ઉત્તરપ્રદેશના હરદોઇ જિલ્લામાં રહેતા 50 વર્ષીય શરીફ અલીને પેટમાં અનેકવાર પીડા થતી હતી, દર્દને દૂર કરવા માટે દવાઓની કોઇ અસર થતી ન હતી. દવાઓથી અનેક વખત પીડાને દૂર કરવા માટે આરામ પણ આવતો હતો.


શરીફ અલીને લાગ્યુ કે તેને પેટમાં ગાંઠની પીડા થાય છે. જ્યારે પેટમાં અસહ્ય પીડા થઇ ત્યારે તે હરદોઇની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા. જ્યાંરે પીડાના મુળ કારણ સુધી પહોંચવા માટે ડોકટરોએ પરીક્ષણ કર્યું. ત્યારે ખૂબ આઘાતજનક મામલો સામે આવ્યો.


ગાંઠનું ઓપરેશન કરાવવા આવેલા શરિફ અલીના પેટમાં ડોકટરોને મહિલાનું ગર્ભાશય નજર આવ્યું. ડોક્ટરોને જ્યારે તે ખબર પડી ત્યારે તેનું અલ્ટ્રાસાઉન્ટ કરવામાં આવ્યું. ત્યારબાદ ડોકટરોની ટીમે સુરક્ષિત ઓપરેશન કરીને તેના પેટમાં રહેલા મહિલાના અંગને કાઢી નાખ્યું. ડોકટરો અનુસાર આવો કેસ પહેલી વખત સામે આવ્યો છે.


આ પહેલા આ 1939માં આ રીતે રેયરેસ્ટ કેસ્ટ રિપોર્ટ કરવામાં આવ્યો હતો. હરદોઇ જિલ્લાના સેઠ નવલ કિશોર ઉર્મિલા દેવી હોસ્પિટલમાં દાખલ થયેલ શરિફનો મામલો હોસ્પિટલ જગતના ઇતિહાસમાં અનોખો છે. શરીફને પેટમાં પીડાને કારણે ગાંઠનું ઓપરેશન કરાવવા માટે આ હોસ્પિટલના સર્જન ડોકટર વિનીત વર્મા પાસે પહોંચ્યા હતા.