

તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી અને દ્રુમક અધ્યક્ષ એમ.કરુણાનિધિનું નિધન થયું છે. કાવેરી હોસ્પિટલ તરફથી જાહેર કરેલા એક નિવેદનમાં કહ્યું હતું કે સાંજે 6 કલાક અને 10 મિનિટ પર અંતિમ શ્વાસ લીધા હતા. અમે તમને જણાવી છીએ કે ભારતીય રાજનીતિમાં તે કેમ સૌથી ખાસ હતા કરુણાનિધિ.(Image source: PTI/File Photos).


તામિલનાડુ જ નહીં પણ દેશના રાજકારણમાં કદાવર નેતા મત્તુવેલ કરુણાનિધિ એટલે કે એમ.કરુણાનિધિ દક્ષિણ ભારતની રાજનીતિમાં પોતાનો એક અલગ પ્રભાવ અને દબદબો રાખતા હતા.


94 વર્ષીય વરિષ્ઠ રાજનેતાની રાજનીતિમાં પહોંચવાની કહાની પણ ઘણી રસપ્રદ છે. તે પહેલા ફિલ્મ પટકથા લેખક હતા. ફિલ્મી પડદે બતાવવામાં આવેલી તેમની વાર્તાઓએ રાજનીતિ માટે રસ્તો તૈયાર કર્યો હતો.


કરુણાનિધિનો જન્મ 3 જુન 1924ના રોજ તામિલનાડુના નાગપટ્ટિનમના તિરુક્કુભલઈમાં થયો હતો. ઇસાઈ સમુદાય સાથે સંબંધ રાખનાર કરુણાનિધિ મૂળ એક ફિલ્મ પટકથા લેખક રહ્યા હતા. જોકે ફિલ્મો તેમને વધારે દિવસો રાસ આવી ન હતી અને તે દક્ષિણ ભારતના મોટા સામાજિક પ્રભાવવાળા નેતા બની ગયા હતા.


ફિલ્મ પટકથાથી લઈને રાજતેના સુધીની સફર - કરુણાનિધિએ તમિલ ફિલ્મ ઉદ્યોગમાં એક પટકથા લેખકના રૂપમાં કારકિર્દી શરૂઆત કરી હતી. જોકે તે જલ્દી વ્યવહારિક સમજણ, કુશળ વકૃત્વ કળાના સહારે રાજનેતા બની ગયા હતા. કરુણાનિધિ ઇવી રામાસ્વામી પેરિયારના દ્રવિડ આંદોલન સાથે જોડાયા હતા અને આ આંદોલનના પ્રચારમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.


તે સામાજિક પરિવર્તનને પ્રોત્સાહન આપનાર ઐતિહાસિક અને સામાજિક વાર્તાઓ લખવા માટે લોકપ્રિય રહ્યા હતા. પોતાની આ કહાની પ્રતિભાનો ઉપયોગ તેમણે તમિલ સિનેમામાં કર્યો હતો. એક ફિલ્મ ‘પરાશક્તિ’ દ્વારા રાજનીતિક વિચારોનો પ્રચાર શરૂ કર્યો હતો.


પરાશક્તિ તમિલ સિનેમા જગતની સાથે-સાથે કરુણાનિધિની જીવનમાં પણ મહત્વની સાબિત થઈ હતી. કારણ કે તેણે દ્રવિડ આંદોલનની વિચારધારોઓનું સમર્થન કર્યું અને તમિલ ફિલ્મના બે પ્રમુખ અભિનેતા શિવાજી ગણશેન અને એસએસ રાજેન્દ્રનને દુનિયાને પરિચિત કરાવ્યા હતા.


આ પછી કરુણાનિધિએ સામાજિક પરિવર્તનની કહાનીઓ ફિલ્મી પડદે જીવંત કરવાની શરૂ કરી હતી. જે સતત લોકપ્રિય બની હતી.


કરુણાનિધિને રાજનીતિ પ્રત્યે લગાવ બાળપણથી હતો પણ તેણે 14વર્ષની ઉંમરથી રાજનીતિમાં રેસ લીધો હતો. રાજનીતિમાં પ્રવેશ સ્ટિસ પાર્ટીના અલગિરિસ્વામીના એક ભાષણથી પ્રેરિત થઈને કર્યો હતો.