

કહેવાય છે કે દિવાળીએ ઘરે લક્ષ્મી આવે છે, દરેક લોકો ઈચ્છે છે કે લક્ષ્મી માતાની કૃપાથી તેમની આર્થિક સ્થિતિ વધુ ઉત્તમ થાય. પરંતુ તેના માટે લક્ષ્મી માતાની આરાધનાની સાથોસાથ નાણાકિય આયોજન (Financial Planning) ઉપર પણ ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. તેથી આ દિવાળી (Diwali) અને વિક્રમ સંવતના નવા વર્ષ (New Year)ના પ્રારંભ પર આપના આર્થિક લક્ષ્યો (Financial Targets) તરફ પગલાં ઉઠાવો. તેના માટેના પાંચ સફળ મંત્ર છે જેને અપનાવી તમારું જીવન વધુ ઉજ્જવળ કરી શકો છો.


રોકાણનો માર્ગ અપનાવો, આવકની 20 ટકા રકમનું રોકાણ કરો : જો તમે ક્યાંય રોકાણ (Investment) નથી કરી રહ્યા તો આ નવા વર્ષથી રોકાણની શરૂઆત કરી દો. શરૂઆતમાં પોતાની આવકમાંથી 20 ટકા રકમ રોકાણ માટે નિર્ધારિત કરો. ત્યારબાદ જેમ-જેમ આવક વધતી જાય તેમ-તેમ રોકાણ વધારતા રહો. બચતની રકમને તમે પોસ્ટ ઓફિસ (Post Office), બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટ (Fixed Deposit), મ્યૂચ્યૂઅલ ફંડ (Mutual Funds)અને શૅર બજાર (Stock Markets)માં રોકાણ કરી શકો છો.


ટર્મ ઇન્શ્યોરન્સ લેવાનું ભૂલતાં નહીં : જો તમે આપના પરિવારને પ્રેમ કરો છો તો આ નવા વર્ષમાં સૌથી પહેલા પોતાનો ટર્મ ઇન્શ્યોરન્સ (Term Insurance) કરાવીને તેમને આર્થિક રીતે સુરક્ષિત ભવિષ્યની ભેટ આપો. આ આપના પરિવારના ભવિષ્યને સુરક્ષિત રાખે છે, સાથોસાથ તેમની નાણાકિય જરૂરિયાતોને પણ પૂરી કરે છે. તમારી ગેરહાજરીમાં આ આપના પરિવારનો સૌથો મોટો સહારો બનશે.


હેલ્થ ઇન્શ્યોરન્સ સૌથી જરૂરી : દોડાદોડી વાળા જીવનમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. આજના સમયમાં હૉસ્પિટલનો ખર્ચ ખૂબ જ વધી ગયો છે. આ ખર્ચને સામાન્ય માણસ ન ઉઠાવી શકે એટલો મોટો હોય છે. તેથી હેલ્થ ઇન્શ્યોરન્સ (Health Insurance) ખૂબ જરૂરી છે, તમે જેટલી જલદી હેલ્થ ઇન્શ્યોરન્સ લઈ લેશો, એટલું સારું રહેશે. બજારમાં વ્યક્તિગત હેલ્થ પ્લાનથી લઈને ફેમિલી ફ્લોટર પ્લાન ઉપલબ્ધ છે. આપની જરૂરિયાતો મુજબ પ્લાન લઈ શકો છો.


બિનજરૂરી ખર્ચાઓ લગામ કસો : જો તમે રોકાણ માટે રકમ બચાવવા માંગો છો તો સૌથી પહેલા બિનજરૂરી ખર્ચ પર લગામ કસો. તેના માટે પોતાના શોખ અને આદતોને સીમિત કરો. જો હોટલ અને રેસ્ટોરાંમાં ખાવાની આદત છે તો તેમાં ફેરફાર લાવો. તેનાથી તમારું સ્વાસ્થ્ય સારું થશે ઉપરાંત બિનજરૂરી ખર્ચ પણ બચી જશે. સાથોસાથ શોપિંગ દરમિયાન હાથમાં યાદી રાખો અને જે જરૂરી હોય તેની જ ખરીદી કરો.