શ્રાવણ (Sawan) મહિનામાં ખાસ કરીને સોમવારે મોટી સંખ્યામાં લોકો વ્રત અને ઉપવાસ કરે છે. પણ આ સમયે સફેદ મીઠાનો ઉપયોગ કરવું વર્જિત મનાય છે. સોમવારના વ્રતમાં મુખ્યત્વે ફળાહાર અને દૂધ પીવામાં આવે છે. અને અલૂણું એટલે કે મીઠાને ખાવાની મનાઇ હોય છે. સામાન્ય રીતે પણ કોઇ પણ વ્રતમાં મીઠું નથી ખાવામાં આવતું. અને તેની જગ્યાએ સીંઘાલૂણનું મીઠું ઉપયોગમાં લેવાય છે.
એનબીટીની ખબર મુજબ આયુર્વેદમાં સિંધાલૂણને આયુર્વેદની દ્રષ્ટ્રીએ પણ સ્વાસ્થયવર્ધક કહેવામાં આવ્યું છે. અને કફ, વાયુ અને પિત્તને તે શાંત કરે છે તેમ મનાય છે. સાથે તેમાં લોહા, કેલ્શિયમ, પોટેશિયમ અને જીંક જેવા દ્રવ્યો હોય છે. જો તમે રોજ સિંધાલૂણ ખાવ છો તે તમારો રક્ત સંચાર પણ સારો રહે છે. અને શરીરમાંથી ટોક્સિન બહાર નીકળે છે.