Home » photogallery » dharm-bhakti » Holi 2023: હોળીના દિવસે આ દેવી-દેવતાઓની પૂજા કરો, મુશ્કેલીઓ દૂર થશે, ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે

Holi 2023: હોળીના દિવસે આ દેવી-દેવતાઓની પૂજા કરો, મુશ્કેલીઓ દૂર થશે, ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે

Holi 2023: તહેવાર ગમે તે હોય, તેની ઉજવણી પણ અલગ અલગ હોય છે તો દરેક તહેવારનું ધાર્મિક મહત્ત્વ પણ અનેરું હોય છે. તેથી જ હિન્દુ ધર્મ સાથે જોડાયેલા દરેક તહેવારમાં ખાસ ઇશ્વરની પૂજા-આરાધના કરવામાં આવે છે. હોળીના પર્વને આડે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આ વર્ષે હોળી 8મી માર્ચ, 2023ના દિવસે ઉજવવામાં આવશે. જો કે, આ દિવસે ભગવાનની પૂજા કર્યા પછી ગુલાલ અને રંગથી રમવાનો રિવાજ છે. પરંતુ, જ્યોતિષી તથા વાસ્તુ સલાહકાર પંડિત હિતેન્દ્ર કુમાર શર્માના જણાવ્યા અનુસાર, હોળીના દિવસે પાંચ દેવી-દેવતાઓનું પૂજન કરવાનો વિશેષ મહિમા રહેલો છે. તેટલું જ નહીં, હોળીના દિવસે કરેલી પૂજા અને ભક્તિથી દુખ દૂર થાય છે અને સુખ-સૌભાગ્ય મળે છે. પંડિત હિતેન્દ્ર કુમારના જણાવ્યા પ્રમાણે, વર્ષમાં હોળીનો દિવસ વિશેષ હોય છે. આ દિવસે જો કોઈ અનુષ્ઠાન કરવામાં આવે તો તે સિદ્ધ થઈ જાય છે. આ વર્ષે હોળીનો તહેવાર ભદ્રાના પ્રભાવથી મુક્ત છે, તેથી વિશેષ ફળદાયી રહેશે. તો આવો જાણીએ કે હોળીના દિવસે કયા દેવી-દેવતાઓની પૂજા કરવાનું મહત્ત્વ છે.

  • 15

    Holi 2023: હોળીના દિવસે આ દેવી-દેવતાઓની પૂજા કરો, મુશ્કેલીઓ દૂર થશે, ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે

    ભગવાન વિષ્ણુની પૂજા કરોઃ હોલિકા અને પ્રહલાદની કથા ભગવાનના નરસિંહ અવતાર સાથે જોડાયેલી છે. તેથી હોળીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. હોળીના દિવસે શ્રી હરિ વિષ્ણુની આરાધના કરવાથી વિશેષ ફળ મળે છે.

    MORE
    GALLERIES

  • 25

    Holi 2023: હોળીના દિવસે આ દેવી-દેવતાઓની પૂજા કરો, મુશ્કેલીઓ દૂર થશે, ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે

    મહાદેવની આરાધના કરોઃ હોળીના દિવસે દેવોના દેવ મહાદેવ ભગવાન શિવની પૂજા-અર્ચના કરવી ખૂબ ફળદાયી હોય છે. દેવાધિદેવ મહાદેવની આરાધના કરવાથી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે અને ઘરમાં સમૃદ્ધિ આવે છે.

    MORE
    GALLERIES

  • 35

    Holi 2023: હોળીના દિવસે આ દેવી-દેવતાઓની પૂજા કરો, મુશ્કેલીઓ દૂર થશે, ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે

    શ્રીકૃષ્ણ-રાધા રાણીને નમન કરોઃ યોગેશ્વર શ્રીકૃષ્ણ અને રાધા રાણી સાથે જોડાયેલો તહેવાર છે, સુખ શાંતિ સમૃદ્ધિ માટે હોળીના દિવસે પ્રભુ શ્રીકૃષ્ણ અને રાધા રાણીની પૂજા કરવી જોઈએ. આ દિવસે શ્રીકૃષ્ણ અને રાધા રાણીની આરાધના અને તેમને માથું નમાવવાથી પ્રભુ ખુશ થાય છે અને આશીર્વાદ આપે છે.

    MORE
    GALLERIES

  • 45

    Holi 2023: હોળીના દિવસે આ દેવી-દેવતાઓની પૂજા કરો, મુશ્કેલીઓ દૂર થશે, ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે

    મહાલક્ષ્મીની પૂજા-અર્ચના કરોઃ હોળીનો દિવસ મહાલક્ષ્મીની પૂજા-અર્ચના કરવા માટે વિશેષ મહત્ત્વનો છે. આ દિવસે માતા લક્ષ્મીની આરાધના કરવાથી માતા ભક્તોને સુખ-સમૃદ્ધિ આપે છે અને તેમના દુખ દૂર કરે છે.

    MORE
    GALLERIES

  • 55

    Holi 2023: હોળીના દિવસે આ દેવી-દેવતાઓની પૂજા કરો, મુશ્કેલીઓ દૂર થશે, ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે

    હનુમાનજીની પૂજા-અર્ચના કરોઃ હોળીના દિવસે રુદ્રાવતાર શ્રી હનુમાનજીની પૂજા કરવાથી દૈહિક, દૈવિક અને ભૌતિક તાપમાંથી મુક્તિ મળે છે. આ દિવસે હનુમાનજીની પૂજા-અર્ચના કરવાથી ભક્તોના તમામ દુખ દૂર થાય છે અને ઘરમાં સુખ-સંપન્નતાનો વાસ થાય છે.

    MORE
    GALLERIES