મિથુન: ગણેશજી કહે છે, આ સપ્તાહમાં સ્વાસ્થ્ય માટે શું સારું છે અને શું ખોટું છે તેનો વિચાર કરીને કોઈ પણ નિર્ણય કરજો. આ અઠવાડિયામાં પાછલા કોઈ રોકાણથી તમને મોટો આર્થિક લાભ મળવાની શક્યતા છે. આ સપ્તાહમાં તમે અન્યો પર વધુ ખર્ચ કરશો. જેનાથી આર્થિક ખેંચ પણ અનુભવી શકો છો. માટે સપ્તાહ દરમિયાન ખર્ચ પર કાબુ રાખવો હિતાવહ છે.
તુલા: ગણેશજી કહે છે, આ સપ્તાહ તમારા માટે અનુકૂળ રહેશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ અઠવાડિયું સામાન્ય કરતા થોડું વધું સારું રહેશે. તમે માનસિક અને શારીરિક રીતે ખૂબ સ્વસ્થ રહેશો. આ સપ્તાહમાં કેટલાક લાંબાગાળાનો વિચાર કરીને પગલાં ભરી શકો છો. જેનાથી ભવિષ્યમાં ફાયદો થશે. વિદ્યાર્થીઓ માટે આ સમય સૌથી અનુકૂળ સમય છે.
વૃશ્ચિક: ગણેશજી કહે છે, આ અઠવાડિયે તમારી માનસિક સ્થિતિ વધુ સારી રહેશે, કારણ કે તમે આ સમય દરમ્યાન તમારી જાતને તમામ પ્રકારના તાણથી દૂર રાખવામાં સમર્થ હશો. તમે તમારા સંપૂર્ણ પારિવારિક જીવનનો આનંદ માણશો. જે તમને તમારા માનસિક તાણથી હંમેશા માટે કાયમ માટે રાહત આપશે. શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓને આ અઠવાડિયે સારા પરિણામ મળશે.
ધન: ગણેશજી કહે છે, આ અઠવાડિયામાં તમારે તમારા ખાવા પીવા બાબતે ખાસ ધ્યાન રાખવું પડશે. આ અઠવાડિયે તમારે સમજવું પડશે કે અન્ય લોકોની દેખાદેખીમાં તમારા ગજા બહારનો ખર્ચ કરવો એ મૂર્ખતા છે. કરિયરની દ્રષ્ટિએ આ સપ્તાહ તમારા માટે શુભ સાબિત થશે. વિદેશ જવા માટે પ્રયાસ કરતાં જાતકોને આ સપ્તાહમાં સફળતા મળવાની શક્યતા છે.
કુંભ: ગણેશજી કહે છે, આ અઠવાડિયે તમારે વ્યસ્ત જીવનમાંથી થોડી ક્ષણો કાઢવાની જરૂર છે. આ સમય આરામ કરવા અને નજીકના મિત્રો અને પરિવાર સાથે ખુશીની થોડી ક્ષણો પસાર કરવી જોઈ. જેનાથી તમારા આરોગ્ય પર સકારાત્મક અસરની શક્યતા વધશે. આ અઠવાડિયે આર્થિક મામલે સંબંધીઓનો ટેકો મળશે. પરિવારમાંથી તમને આર્થિક મદદ પણ મળશે.