બોધિ વૃક્ષ વિશે એવું માનવામાં આવે છે કે, ગૌતમ બુદ્ધને તેની નીચે જ્ઞાન પ્રાપ્ત થયું હતું. સમ્રાટ અશોકને શાંતિનો માર્ગ બતાવવામાં પણ બોધિ વૃક્ષની ભૂમિકા રહી છે. આ સ્થળ સાંચીથી 8 કિલોમીટરના અંતરે આવેલું હોવાથી જ્યારે પણ લોકો સાંચી આવે છે, ખાસ કરીને અહીં VVIP વૃક્ષ જોવા જાય છે.