Aarti Machhi, Bharuch : પૌરાણિક કાળમાં ઋષિમૂનિઓ નર્મદાના કિનારે શુકલતીર્થ ખાતે તપ કરતા હતા. તે સમયે રેવામાં પુર આવવાથી ઋષિમૂનિઓના સભ્યો અને તેની માલ મિલકત તણાઈ જતા હતાં. જેથી ઋષિમુનિઓ ભગવાનને પ્રાર્થના કરી હતી. આ પ્રાર્થનાને લઈને ભગવાન પ્રસન્ન થયા અને ૐ કાર શબ્દથી સ્વયંભુ કારતક સુદ પુનમના દિવસે ભગવાનની રેતીની મૂર્તિ પ્રગટ થતાં નદી પાંચ માઈલ આગળ ખસી ગઈ હતી.
પહેલાના સમયમાં ૐકારનાથ વિષ્ણુ ભગવાનના મંદિરે નર્મદા નદીના સામે કાંઠાના આદિવાસી સમાજના લોકો તાંબાના સિક્કાનું ચલણ ચલાવતા હતા. તે સમયે તાંબાના સિક્કા લઈને ભગવાન વિષ્ણુને ઓકીમાં (ઓમકારનાથ) કહીને સિક્કા અર્પણ કરતા હતા અને મેળામાં મ્હાલીને, ત્યાર બાદ સગપણ સાથે લગ્ન પ્રસંગની શરૂઆત કરતા હોવાનું જાણવા મળ્યું છે.