ભારતીય જ્યોતિષ મુજબ ગ્રહ નક્ષત્ર આપણા જીવન પર ઘણી અસર કરે છે. કોઈ મનુષ્ય જન્મ લે છે, ત્યારથી જ ગ્રહની સ્થિતિ એમના જીવન પર પ્રભાવ પાડે છે. બ્રહ્માંડમાં ગ્રહ નક્ષત્ર હંમેશા વિચરણ કરતા રહે છે અને આ સ્થિતિમાં ક્યારે-ક્યારે અજીબ સંયોગની સ્થિતિ ઉત્પન્ન થઇ જાય છે, જે જાતકો માટે ઘણું હિતાવત સાબિત થઇ જાય છે. એવામાં ભારતીય જ્યોતિષ મુજબ વિપરીત રાજયોગનું નિર્માણ લગભગ 50 વર્ષ પછી થઇ રહ્યું છે, જે આકસ્મિત ધન લાભ અને ઉન્નતિનો યોગ બનાવે છે.
પ્રકારના હોય છે વિપરીત રાજયોગ: ભારતીય જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાજયોગના 3 પ્રકાર છે. હર્ષ રાજયોગ, સરલા રાજયોગ અને વિમલ રાજયોગ. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં છઠ્ઠા ઘરનો સ્વામી 8 કે 12માં ભાવમાં હોય તો હર્ષ રાજયોગ બને છે. આ સિવાય જો આઠમા ઘરનો સ્વામી છઠ્ઠા અને બારમા ઘરમાં બિરાજમાન હોય તો સરલા રાજયોગ બને છે. જ્યારે બારમા ઘરનો સ્વામી છઠ્ઠા અને આઠમા ઘરમાં હોય ત્યારે વિમલ રાજયોગ બને છે.
મેષ: મેષ રાશિના લોકો માટે વિપરીત રાજયોગ વધુ ફાયદાકારક છે. સૂર્ય, ગુરુ અને બુધનો સંયોગ મેષ રાશિના લોકોની કુંડળીના 12મા ભાવમાં બને છે અને ત્રીજા ઘરનો સ્વામી બુધ સૂર્ય સાથે બારમા ભાવમાં રહે છે. મેષ રાશિના જાતકોને અચાનક ધન લાભ થઈ શકે છે. તમે તણાવમુક્ત અનુભવ કરશો. સ્પર્ધાત્મક પરીક્ષામાં સારા પરિણામ પ્રાપ્ત થશે.