થોડા દિવસોમાં કેટલાક ગ્રહો રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. તેમાંથી એક શુક્ર છે. સુખ, વૈભવ અને ધનનો દાતા શુક્ર 29 ડિસેમ્બરના રોજ મકર રાશિ (Makar Rashi)માં ગોચર (Shukra Gochar) કરવા જઈ રહ્યા છે. શનિદેવ આ રાશિમાં પહેલેથી જ બિરાજમાન છે. તેઓ આવતા વર્ષે 17 જાન્યુઆરી, 2023ના રોજ કુંભ રાશિ (Kumbh Rashi)માં ગોચર કરશે.
કહેવાય છે કે શુક્રનું રાશિ પરિવર્તન લોકો માટે ઘણા સારા સમાચાર લઈને આવે છે. જેથી શુક્રના આ ગોચરની અસર બધી રાશિના જાતકોના જીવન પર પડશે. ગોચર કેટલીક રાશિઓ ખૂબ જ ભાગ્યશાળી રહેશે, તો કેટલીક રાશિઓના જીવનમાં અણધાર્યા બદલાવ આવશે. ત્યારે આજે અહીં શુક્રના ગોચરથી કઈ 5 રાશિઓને ફાયદો થશે તે અંગે જાણકારી આપવામાં આવી છે.